ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર આગામી 19 ફેબ્રુઆરીથી 31 માર્ચ દરમિયાન યોજાશે. રાજ્યના વિકાસલક્ષી મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે,ગુજરાતમાં બજેટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્ય સરકાર બજેટમાં કરશે મહત્વની જાહેરાત જેમાં ઈકોનોમિક ઝોન બનાવવા પર સરકારનું ફોક્સ રહ્યું છે, અને રાજ્યમાં અન્ય ચાર ઈકોનોમિક ઝોન બનશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.


સુરતની તર્જ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનશે

બજેટમાં સુરતની તર્જ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનશે જેમાં ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાત કરશે,નવા બજેટમાં ટૂરિઝમ સેક્ટર પર કરાશે ફોકસ અને ટૂરીઝમ પર ફોકસ કરવા નવી જાહેરાતો કરાશે સાથે સાથે ઈવેન્ટ બેઝ ટૂરીઝમ સેક્ટર સમાવવા થશે જાહેરાત તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવા નવી જાહેરાત કરાશે તેમજ રોડ રસ્તાઓ અને વાહનવ્યવહાર પ્રોજેક્ટ જાહેર થશે,નવી બનાવેલી મનપાઓ બાબતે સરકાર કરશે જાહેરાત અને નવી મનપામાં વિકાસ કામનો બજેટમાં થશે સમાવેશ.

સરકાર નવી ભરતીઓ અને વિકાસના કામો પર મુકશે ભાર

નવું બજેટ ગત વર્ષ કરતા 10 ટકા વધું હશે તો ગુજરાતના આગામી બજેટ પર મુખ્યમંત્રીની મોહર લાગશે તો આજે CM અને નાણામંત્રી કનુ દેસાઈની આખરી બેઠક પૂર્ણ થઈ છે,સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ( SEZ)એ એક એવો વિસ્તાર છે કે જેમાં વ્યાપાર અને વેપારના કાયદા દેશના અન્ય ભાગો કરતા અલગ હોય છે. SEZ દેશની રાષ્ટ્રીય સરહદોની અંદર સ્થિત છે, અને તેમના ઉદ્દેશોમાં વેપાર સંતુલન, રોજગાર, રોકાણમાં વધારો, રોજગાર સર્જન અને અસરકારક વહીવટનો સમાવેશ થાય છે.

રાજ્યના તમામ મંત્રીઓ અને ધારાસભ્યો સત્રમાં હાજર રહેશે

વિધાનસભા સંકુલને લોખંડી કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવશે. જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પોલીસ બોલાવાશે અને 660 પોલીસ ખડેપગે ફરજ બજાવશે.ઉપરાંત શહેરના સત્યાગ્રહ છાવણી, શહેરના એન્ટ્રી પોઇન્ટ અને સચિવાલય સંકુલના પ્રવેશદ્વાર ઉપર ગાર્ડ સહિત અન્ય પોલીસ ઉભી રાખવામાં આવશે. વિધાનસભા સત્ર દરમિયાન અનેક લોકો રજૂઆત અને વિરોધ કરવા આવતા હોય છે, તે ઉપરાંત માંગણીઓ લઇ વિવિધ સંગઠનો દ્વારા દેખાવો પણ કરવામાં આવે છે. 

  • Follow us on: