આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થયું છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ સતત 5મી વાર વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. આ વર્ષે 4 લાખ 8 હજાર કરોડથી વધુનું બજેટ રજૂ કરીને રાજ્ય સરકારે 'વિકસિત ગુજરાત 2047'નો પાયો નાખ્યો છે. આ બજેટમાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે શું ખાસ છે?
શિક્ષણ અને યુવા શક્તિ માટે
સૌથી પહેલા વાત શિક્ષણ અને યુવા શક્તિ માટેની ખાસ જોગવાઈની કરવામાં આવે તો શિક્ષણ માટે આ વખતે સરકારે જાણે કે તિજોરી ખોલી દીધી છે. 97 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે, એટલું જ નહીં હવે શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાયબ્રેરી બનશે. ITI કરતી દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરાઈ છે. અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં 51 કરોડના ખર્ચે રિસર્ચ પાર્ક બનાવાશે.
ખેતી અને સિંચાઈ વિભાગ
ખેડૂતો માટે કુલ 11,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ અને વ્યાજ સહાય માટે 1539 કરોડ ફાળવાયા તો ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરાઈ. સુજલામ સુફલામ અને સૌની યોજનાના વિસ્તરણ માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે, જેથી નળકાંઠા અને કચ્છ સુધી પાણી પહોંચી શકે. સૌથી મોટા નિર્ણયની વાત કરીએ તો ગામડામાં ખેતીની નવી શરતની જમીનો હવે આપમેળે જૂની શરતની ગણાશે! ખેડૂતો માટે આ મોટી ગણાશે.
અન્ય ક્ષેત્ર માટે મહત્વની જાહેરાતો
- આરોગ્ય ક્ષેત્ર - સુરત, ભાવનગર અને જામનગરમાં IVF સેન્ટર શરૂ થશે અને 154 નવા ધનવંતરી રથ દોડશે.
- ઉદ્યોગ ક્ષેત્ર - 25 GIDCને સ્માર્ટ બનાવવાની જાહેરાત, તો દાહોદ, ઝાલોદ, અરવલ્લીમાં નવી GIDC સ્થપાશે.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર - સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે અને નમો એક્સપ્રેસ વે માટે 3000 કરોડ ફાળવાયા છે.
- રમતગમત ક્ષેત્ર - બજેટમાં રમતગમત પ્રેમીઓ માટે પણ ખુશખબર છે. ગુજરાત 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે અને અમદાવાદ 'ઓલિમ્પિક રેડી સિટી' બનશે!
- મહિલા સુરક્ષા ક્ષેત્ર - ગંગા સ્વરૂપા યોજના માટે 2848 કરોડ અને નમો લક્ષ્મી યોજના માટે 1200 કરોડની જોગવાઈ કરાઈ છે.
- સરકારી સેવા ક્ષેત્ર - 100 કરોડના ખર્ચે નવું ડિજિટલ પ્લેટફોર્મ બનશે અને પોલીસકર્મીઓ માટે 20,000થી વધુ નવા મકાનો બનશે.
ટુંકમાં કહીએ તો, આ બજેટ 'વોકલ ફોર લોકલ' અને 'ઈઝ ઓફ લિવિંગ' પર કેન્દ્રિત છે. તમને આ બજેટમાં કઈ જાહેરાત સૌથી વધુ ગમી? કોમેન્ટમાં જરૂર જણાવો અને આ માહિતી દરેક ગુજરાતી સુધી પહોંચાડવા વીડિયો શેર કરો!
આ પણ વાંચો - Gujarat Budget 2026 Reactions: કોઈએ વધાવ્યું, તો કોઈએ નકાર્યું, જાણો કોણે શું પ્રતિક્રિયા આપી?