ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ બજેટમાં 2047ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જેમાં 4.08 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિવાસી સહિતના સમાજોનું બજેટમા ધ્યાન રાખવામાં આવ્યું છે.
બજેટથી ગુજરાત નવી ઊંચાઇએ જશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આ બજેટ ઉપરાંત પણ સરકાર ઘણી યોજનાઓ લાવી છે. કોઈ ગેરસમજ ઉભી થશે તો જવાબ આપીશું. રાજ્યમાં એગ્રો બિઝનેસ પોલીસી પણ લાવવામાં આવી છે. પાંચ હજારથી વધુ એમએસએમઈનો સમાવેશ કરાયો છે. આ બજેટથી ગુજરાત નવી ઊંચાઈએ જશે. બજેટની 65 ટકા ફાળવણી રસ્તા અને આવાસના મકાનો પાછળ ખર્ચાશે.













