સસ્તા દરે અન્ન અને જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાનો છે.


NFSA હેઠળના 75 લાખ કાર્ડધારકોને

NFSA હેઠળના 75 લાખ કાર્ડધારકોને માત્ર અનાજ જ નહીં પરંતુ પોષણયુક્ત આહાર પણ મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹842 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાથે સાથે NFSA કાર્ડધારકોને યોજના મુજબ નિયમિત અનાજ પૂરું પાડવા માટે ₹700 કરોડની અલગ જોગવાઇ કરવામાં આવી છે.

ઉજ્જ્વલા યોજના

ઉજ્જ્વલા યોજના અને PNG/LPG સહાય યોજના અંતર્ગત લાભાર્થી પરિવારોને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર વિનામૂલ્યે રીફિલ કરી આપવા માટે ₹425 કરોડ ફાળવાયા છે. આ યોજના ખાસ કરીને મહિલાઓ અને ગરીબ પરિવારો માટે મોટી રાહતરૂપ છે. (આ લાભ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ મળશે.)

ગરીબ પરિવારોના રોજિંદા ખર્ચમાં

ગરીબ પરિવારોના રોજિંદા ખર્ચમાં રાહત આપવા માટે રાજ્યના 8 લાખ અંત્યોદય અને 24 લાખ BPL મળીને કુલ 32 લાખ કુટુંબોને દર મહિને રાહતદરે ખાંડ આપવા ₹208 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત NFSA અને NON-NFSA હેઠળના BPL લાભાર્થીઓને જન્માષ્ટમી અને દિવાળી દરમિયાન કુટુંબ દીઠ ₹100 પ્રતિ લીટરના રાહતભાવે સિંગતેલ આપવા ₹117 કરોડ ફાળવાયા છે.

રેશન વ્યવસ્થા મજબૂત

રેશન વ્યવસ્થા મજબૂત બને તે માટે વાજબી ભાવની દુકાન સંચાલકોને મળતું કમિશન વધારીને ₹185 પ્રતિ ક્વિન્ટલ કરાયું છે, જેના માટે ₹67 કરોડની જોગવાઇ છે. સાથે સાથે 75 લાખ NFSA કુટુંબોને કાર્ડદીઠ 1 કિલો ડબલ ફોર્ટિફાઇડ મીઠું ₹1 પ્રતિ કિલોના અતિ રાહતદરે આપવા ₹59 કરોડ ફાળવાયા છે. ખેડૂતોને લાભ આપવા માટે શ્રીઅન્ન (મિલેટ) જેમ કે બાજરી, જુવાર અને રાગી પર MSP ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવામાં આવશે. આ નિર્ણયથી પોષણયુક્ત અનાજનો વપરાશ વધશે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળશે.

ટેકનોલોજી તરફ આગળ વધતા

ટેકનોલોજી તરફ આગળ વધતા, NFSA લાભાર્થીઓને સરળ અનાજ વિતરણ માટે દરેક જિલ્લામાં એક રેશન દુકાન પર “Automatic Grain Dispensing Machine – અન્નપૂર્તિ” પ્રાયોગિક ધોરણે શરૂ કરવાની યોજના છે. સાથે સાથે કાનૂની માપવિજ્ઞાન તંત્ર માટે 67 વર્કિંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરી સાધનો ખરીદવા ₹28 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Budget 2026 : આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹5425 કરોડની જોગવાઇ, જાણો વિગત


  • Follow us on: