- હર્ષદ રિબડીયાની અરજી પર સુનાવણી ન થઇ
- 1 મેના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી
- અરજી પેન્ડીંગ હોવાથી પેટા ચૂંટણીની જાહેરાત નથી થઈ
રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિસાવદર બેઠકની ચૂંટણી અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં આગામી સુનાવણી 1 મેના રોજ હાથ ધરવામાં આવી હોવાના કારણે હવે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી હાલમાં યોજાઈ તેવી શક્યતા નહીંવત રહેલી છે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકની સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની 7 મેના રોજ યોજાઈ રહી છે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર આ પાંચ બેઠક પર ચૂંટણી યોજાશે. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું કોકડું ગુંચવાયું છે. જેમાં હાઈકોર્ટમાં હર્ષદ રિબડીયાએ અરજી કરી છે.













