ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ અગાઉથી જ ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાને પસંદ કર્યા હતાં. આજે થયેલી સેન્સ પ્રક્રિયામાં ઘણા આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. ત્યારે કડી બેઠક પર સ્વ. ધારાસભ્ય કરસન સોલંકીના પુત્ર પિયુષ સોલંકીએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે. જિલ્લા પ્રમુખ સમક્ષ તેમણે બાયોડેટા રજૂ કર્યો છે. કડી અને વિસાવદરમાં બે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં.


કડી અને વિસાવદરમાં બે લોકોએ ફોર્મ ભર્યા

ભાજપ અને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારે કડી અને વિસાવદરમાં એક અપક્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલ નામની પાર્ટીમાંથી એક ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. કડી બેઠક પર મકવાણા કમલેશભાઈ નારણભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નામની પાર્ટી તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે વિસાવદરમાં પ્રજાપતિ રાજભાઈ ચંદ્રકાન્તભાઈએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.

કડીમાં કોર્પોરેટરે 6 નામો રજૂ કર્યા

વિસાવદર બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. આજે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી.બીજી તરફ કડીમાં પણ ભાજપ અને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ભાજપમાંથી કડી બેઠક પર સ્વ. ધારાસભ્ય કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકીએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે. તેમણે જિલ્લા પ્રમુખ સમક્ષ બાયોડેટા રજૂ કર્યો હતો. બીજી તરફ કડી પાલિકાનું સંગઠન 6 નામો લઈ કમલમ પહોંચ્યું હતું અને આ છ નામો નિરીક્ષક સામે રજૂ કર્યા હતાં.


  • Follow us on: