ગુજરાત સરકાર સામાન્ય નાગરીકો માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે. સરકાર ટૂંક સમયમાં ‘ફોન પર મુખ્યમંત્રી’ નામની ટેલિફોન હેલ્પલાઇન સેવા શરૂ કરી રહી છે. હવે ગુજરાતના સામાન્ય નાગરિકો સીધા રાજ્યના મુખ્યમંત્રીનો સંપર્ક કરી શકશે. જેમાં લોકો પોતાની ફરિયાદો અને પ્રશ્નો સીધા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી પહોંચાડી શકશે. આ યોજના માટે રાજ્ય સરકારે પ્રારંભિક બજેટ ₹1 કરોડ ફાળવ્યું છે.
‘ફોન પર મુખ્યમંત્રી’ સેવા શું છે?
‘ફોન પર મુખ્યમંત્રી’ હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી પહેલ છે, જે લોકોને તેમના પ્રશ્નો, ફરિયાદો અને માંગણીઓ સીધા મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની સુવિધા આપશે. 108 એમ્બ્યુલન્સની જેમ, આ પણ એક વિશિષ્ટ હેલ્પલાઇન રહેશે, જ્યાં નાગરિકો ફોન, વોટ્સએપ અને ઈમેલ દ્વારા ફરિયાદો નોંધાવી શકશે.
મુખ્યમંત્રીનો સંપર્ક કઈ રીતે કરશો?
આ સેવા શરૂ થયા પછી ગુજરાતના લોકો ફોન કોલ, વોટ્સએપ, ઈમેલ અને સોશિયલ મીડિયા દ્વારા પોતાની ફરિયાદો દાખલ કરી શકશે. રાજ્યના વહીવટી તંત્ર દ્વારા આ ફરિયાદોના નિકાલ માટે એક વિશિષ્ટ તંત્ર ગોઠવવામાં આવશે. હાલમાં, સ્વાગત ઑનલાઈન સેવા નાગરિકો માટે ઉપલબ્ધ છે, જેમાં લેખિતમાં ફરિયાદ કરી શકાય છે, પરંતુ આ નવી હેલ્પલાઇન વધુ અસરકારક અને ઝડપી જવાબદારી સાથે કામ કરશે.
મુખ્યમંત્રીનો સંપર્ક કરવા માટે ખાસ નંબર
ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય (CMO) નો સીધો સંપર્ક કરવા માટે વોટ્સએપ નંબર: 7030930344 પર મેસેજ મોકલી શકે છે. આ હેલ્પલાઇન સેવાથી, રાજ્યના નાગરિકો સરકાર સાથે વધુ સીધા જોડાઈ શકશે અને તેમની સમસ્યાઓનો ઝડપી ઉકેલ થઈ શકશે.
નોંધ:
કોઈ પણ સરકારી કર્મચારીને તેમની ઓફિસ સંબંધિત ફરિયાદ અથવા કોર્ટ કેસ સંબંધિત પ્રશ્નો માટે આ સેવા ઉપલબ્ધ કરાશે નહીં. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી વોટ્સએપ નંબર પર ઓટો-જનરેટેડ મેસેજ દ્વારા જવાબ મળશે.