રાજ્યમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી, જેનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 28 મેના રોજ રાજ્યની 8,240 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્યસત્ર અને પેટાચૂંટણી યોજવાની બાકી હોવાથી આજે તેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા કલેક્ટરો સાથે તમામ તૈયારીઓ અંગે વીડિયો કોન્ફરન્સથી ચર્ચાઓ કરી હતી.


કડી, વિસાવદરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી

આગામી 22 જૂને રાજ્યની 8326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. જ્યારે 25 જૂને પરિણામ જાહેર કરાશે. સોમવારે બીજી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 3638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. 9 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે. 11 જૂન ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિત લાગુ થશે. તેની વચ્ચે કડી, વિસાવદરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી છે. વિધાનસભા મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી છે. કડીના બે તાલુકામાં પંચાયતની ચૂંટણી યોજાવાની હતી. જોટાણાના 10 અને કડીના 93 ગામોમાં ચૂંટણી યોજાવાની હતી. વિસાવદર વિધાનસભાના 4 તાલુકામાં ચૂંટણી યોજાવાની હતી. વિસાવદરના 33, ભેંસાણના 20 ગામ, જૂનાગઢના 14, બગસરાના 3 ગામમાં ચૂંટણી થવાની હતી.

સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરાશે

બીજી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. 4688 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે. 22 જૂને સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 1.30 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 16500 મતદાન મથકો પર મતદાન યોજાશે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 5115 સરપંચોની બેઠક પર મતદાન થશે. 28300 જેટલી મતપેટીઓનો ઉપયોગ થશે.


  • Follow us on: