હજ યાત્રા કરનાર પસંદગી પામેલા યાત્રાળુઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા હજ યાત્રાને લઈને ત્રીજુંવેઇટિંગ જાહેર કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષશ્રી ઈકબાલ સૈયદ અને આઈ. એમ. ઘાંચીના જણાવ્યા મુજબ હજ કમીટી ઓફ ઈન્ડિયા, મુંબઈ દ્વારા રિલિઝ કરાયેલ યાદી મુજબ વેઈટીંગ નંબર-૨૨૦૮ થી ર૪ર૯ સુધીના ઉમેદવારોની પસંદગી થયેલ છે. જેની તમામ હજ યાત્રીઓએ નોંધ લેવી.વધુ માહિતી માટે વેબસાઈટ પરથી ચકાસણી કરવી.
મક્કામાં થાય છે હજયાત્રા
નોંધનીય છે કે સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં વિશ્વના ખૂણે-ખૂણેથી લોકો હજ યાત્રા કરવા જાય છે. મક્કા ઈસ્લામ ધર્મનું સૌથી પવિત્ર સ્થળ છે. ભારતમાં પણ અનેક લોકોએ મક્કાની હજ યાત્રામાં જવા નોંધણી કરાવી છે. ગુજરાતમાંથી 15899 હજ યાત્રાળુઓની પસંદગી કરાઈ છે. પ્રત્યેક હજ યાત્રી એડવાન્સ રકમની હપ્તેથી ચૂકવણી કરી શકશે. પ્રથમ હપ્તા પેટે ૧,૩૦,૩૦૦ રૂ. તેમજ બીજા હપ્તા પેટે રૂ. ૧,૪૨,૦૦૦ રૂ. એમ કુલ ૨,૭૨,૩૦૦ રૂ. હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઈના એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે.
પસંદગી પામાનાર હજયાત્રી કરી શકશે પેમેન્ટ
પસંદગી પામાનાર હજયાત્રી મુંબઈની વેબસાઈટ https://hajcommittee.gov.in પર ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, નેટ બેન્કિંગ અને UPIથી પણ પેમેન્ટ કરી શકશે. અથવા હજ કમીટી ઓફ ઈન્ડિયા, મુંબઈનાં એકાઉન્ટમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની કોઈ પણ બ્રાન્ચમાં ગુજરાત રાજ્ય હજ કમીટીની વેબસાઈટ આપેલ Download Printed Pay-Slip (Link - https://slip.ftgujarat.online)ના ઓપ્શનમાં કવર નંબર નાખી વિગતો ભરી SBI અથવા UBI પ્રિન્ટેડ સ્લીપ ડાઉનલોડ કરી શકાશે અથવા હજ કમીટી ઓફ ઈન્ડિયા, મુંબઈની વેબસાઈટ પર આપેલ જનરેટ પે-સ્લીપનાં ઓપ્શનમાં પોતાના કવર નંબર નાંખી નિયત નમૂનાની પ્રિન્ટેડ પે-ઈન-સ્લીપ ડાઉનલોડ કરી શકાશે.
દસ્તાવેજ સાથે લાવવાના રહેશે
વેઇટિંગ લીસ્ટમાં પસંદગી પામનાર યાત્રાળુઓએ પેમેન્ટ કર્યા બાદ જરૂરી દસ્તાવેજ સાથે લાવવાના રહેશે.
૧. હજ એપ્લીકેશન ફોર્મ (નોંધ-ફોર્મની pdf લોગીન કરી નવી લેટેસ્ટ ડાઉનલોડ કરીને જરૂરી જગ્યાઓએ સાઈન કરીને જમા કરાવવાની રહેશે).
૨. સોલેમન ડિક્લેરેશન/અન્ડર ટેકિંગ/પાસપોર્ટ ડિક્લેરેશન
૩. પે-ઈન-સ્લીપની કોપી/ઓનલાઈન રીસીપ્ટ (HCol Copy)
૪. મેડિકલ સ્ક્રીનીંગ અને ફીટનેસ સર્ટીફીકેટ
૫. ઓરીજીનલ ઈન્ટરનેશનલ પાસપોર્ટનાં પહેલા અને છેલ્લા પેજની સ્વ-પ્રમાણિત નકલ (કોપી)
આ તમામ દસ્તાવેજ ઉપરાંત ઓરીજીનલ ઈન્ટરનેશન પાસપોર્ટ અને વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળો એક પાસપોર્ટ સાઈઝનો ફોટો માર્ચની ૧૩ (૨૦૨૫) સુધી ગુજરાત હજ હાઉસ અમદાવાદ ખાતે જમા કરાવવાનો રહેશે.હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા હજ 2025 માટે રેન્ડમ ડિજિટલ સિલેક્શન પદ્ધતિ મુજબ દેશભરમાં હજ યાત્રીઓની પસંદગી કરાય છે.