• આગામી 3 કલાકમાં બનાસકાંઠામાં 61 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી
  • પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે
  • છેલ્લા બે કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે.આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે 61 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.

રાજ્યના 46 તાલુકામાં વરસાદી માહોલ

કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ,દાહોદ, મહિસાગર, વલસાડ,પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં પડી શકે વરસાદ તો અમદાવાદમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા રહેલી છે.કોડીનારમાં 3 ઈંચ વરસાદ,સૂત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદ,મેંદરડા, વેરાવળમાં દોઢ ઈંચ વરસાદ,ઈડર, મોહરવા હડફ, ઉમરપાડામાં 1-1 ઈંચ,જૂનાગઢ, દિયોદરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની આગાહી

તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 26 જૂનથી 30 જૂન સુધી એટલે કે 5 દિવસ માટે વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં આજે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે. જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જાણો ગુજરાતમાં વરસાદને લઈ કેવો છે માહોલ

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેંદ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં 30 જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

  • Follow us on: