મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ અને તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જન હિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી અપનાવ્યો છે.મુખ્યમંત્રી સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો - અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.


ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી અપાશે

મુખ્યમંત્રીએ તા.30મી જૂન 2025 સુધી નર્મદાનું 30689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે.ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14539MCFT અને સૌરાષ્ટ્ર માટે 16150 MCFT પાણી આપવામાં આવશે. નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે.મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.

197 ડેમમાં 70 ટકાથી ઓછુ પાણી

21 મે 2025ની સ્થિતિએ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31.18 ટકા જ પાણીનો જથ્થો છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 30.73 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવરમાં 58.25 ટકા પાણીનો જથ્થો છે. સરકારે અગાઉ કહ્યું હતું કે, પીવાનું પાણી અનામત રાખીને બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવશે. આંકડાની સ્થિતિએ જો આ વખતે વરસાદ ખેંચાશે તો પાણીની અસહ્ય તંગી વર્તાઈ શકે તેવા એેંધાણ છે. રાજ્યમાં 207 ડેમમાંથી માત્ર બે ડેમ જ હાઈ એલર્ટ પર છે. જ્યારે 197 ડેમમાં 70 ટકાથી ઓછુ પાણી છે. 

  • Follow us on: