ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. હવે અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો માર્ગ મોકળો થયો છે.તમામ જિલ્લા કલેકટરને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ઓબીસી અનામત અંગેના નિર્ણય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક જિલ્લાઓમાં રોટેશન જાહેર થયાં છે. આગામી સમયમાં ચૂંટણીપંચ ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
સાતેક હજાર ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે













