સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જેમાં 15 દરવાજા ખોલી 2.45 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. 15 દરવાજા 1.9 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડ્યું છે. તેમાં મધ્યપ્રદેશમાંથી પાણી છોડાતા પાણીની આવક વધી છે. પાણીની આવકમાં વધારો થતા વધુ પાણી છોડાઈ શકે છે.


પાણીની આવકથી 3.95 લાખ ક્યુસેક પાણી છોડાઇ શકે છે

પાણીની આવકથી 3.95 લાખ ક્યુસેક પાણી છોડાઇ શકે છે. તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડાયુ છે તેમાં હજુ પણ વધારે પાણી છોડી શકાય છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાંથી પાણીની આવક ત્રણ લાખ ક્યુસેક જેટલી થઈ ગઈ છે. જેમાં નર્મદા બંધની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. પાણીની આવક વધતા 15 દરવાજા 1.9 મીટર ખોલી 2 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે.પાવર હાઉસ મારફતે 45000 ક્યુસેક પાણી છોડાતા કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયુ છે.

પાણીનું સ્તર 138.68 મીટરની ટોચની સપાટી સામે 135.75 મીટર છે

હજી આ પાણીમાં વધારો કરી 3.95 લાખ ક્યુસેક પાણી છોડી શકે છે. તેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. આજે સવારે ડેમ ફરી 90% ની સપાટી વટાવી ગયો હતો અને સવારે 8.30 વાગ્યે તે 90.31% ભરાઈ ગયો હતો. ઇનફ્લો 1.07 લાખ ક્યુસેકથી વધુ છે, જ્યારે આઉટફ્લો લગભગ 94,000 ક્યુસેક છે. આજે સવારે 8.30 વાગ્યા સુધીમાં કેનાલમાં 15,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યો છે. ડેમના પાંચ દરવાજા પાણી છોડવા માટે ખુલ્લા છે. પાણીનું સ્તર 138.68 મીટરની ટોચની સપાટી સામે 135.75 મીટર છે.

  • Follow us on: