• રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

  • છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક
  • રાજકોટ જિલ્લાના 8 જળાશયોમાં નવા નીરની આવક

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અનેક જિલ્લાઓમાં કાલ રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. મેઘરાજા રાજ્યના અનેક જિલ્લામાં મન મૂકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી અનુસાર મેઘ મહેર જોવા મળી રહી હતી. જેને લઈને રાજકોટ જિલ્લાના 8 જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી.

છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક

રાજકોટ જિલ્લાના 8 જળાશયોમાં વરસાદને લઈને નવા નીરની આવક થઈ છે. જેમાં ભાદર-૨ ડેમમા અંદાજે 4 ફુટની આવક થઈ છે. મોજ ડેમમાં 0.98 આવક થઈ છે. ફોફળ ડેમમાં 0.59 ફૂટ ,આજી-1 ડેમમાં 0.13 ફૂટ ,આજી-2 ડેમમાં 0.23 ફૂટ ,સુરવો ડેમમાં 0.33 ફૂટ આવક ,ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટની આવક થઈ છે અને છાપરાવાડી-2 ડેમમાં 3.28 ફૂટ આવક થઈ છે.આ ડેમમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થવા પામી છે.

ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો

ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે. અત્યાર સધીમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ 14.60 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો માત્ર 4.24 ટકા વરસાદ નોંધાયો છે.


  • Follow us on: