• પાંચ જિલ્લાના 14 ડેમમાં 10 સેમીથી 17 ફુટ સુધીની આવક થઇ
  • રાજકોટ જિલ્લાના 3, મોરબીના 3 ડેમમાં નવા નીરની આવક
  • જામનગર, દ્વારકાના 3, સુરેન્દ્રનગરના 2 ડેમમાં નવા નીર આવ્યા

સૌરાષ્ટ્રના 14 ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં પાંચ જિલ્લાના 14 ડેમમાં 10 સેમીથી 17 ફુટ સુધીની આવક થઇ છે. તેમાં રાજકોટ જિલ્લાના 3, મોરબીના 3 ડેમમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે જામનગર, દ્વારકાના 3, સુરેન્દ્રનગરના 2 ડેમમાં પાણીની આવક થઇ છે. તેમજ આજીડેમમાં 0.10 ફુટ પાણી આવ્યું છે.

મચ્છુ બે ડેમમાં 0.59 ફુટ, સસોઈ 2માં 17 ફુટ પાણી આવ્યુ

ખોડાપીપર ડેમમાં 0.33 ફુટ પાણી આવ્યુ છે. તેમજ મચ્છુ બે ડેમમાં 0.59 ફુટ, સસોઈ 2માં 17 ફુટ પાણી આવ્યુ છે. જેમાં સૌરાષ્ટ્રના 14 ડેમોમાં નવા નીરની આવક થઇ છે. સાર્વત્રિક વરસાદથી જળાશયમાં ધીમીધારે નવા પાણીની આવક શરૂ થઇ છે. તેમાં પાંચ જિલ્લાના 14 ડેમમાં 10 સેમીથી 17 ફુટ સુધીની પાણીની આવક થઈ છે. રાજકોટ જિલ્લાના ત્રણ, મોરબીના ત્રણ, જામનગર દ્વારકાના ત્રણ અને સુરેન્દ્રનગરના બે ડેમમાં નવા પાણીની આવક થઇ છે. આજીડેમમાં 0.10 અને ખોડાપીપર ડેમમાં 0.33 ફુટ પાણી આવ્યું છે. તેમજ મોરબીના મચ્છુ બે ડેમમાં 0.59 ફુટ પાણી આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચેક ડેમો ઓવરફ્લો થવાની શક્યતા

બ્રાહ્મણી બેમાં 0.49 ફૂટ પાણી આવ્યુ છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ચેક ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે. ધોધમાર વરસાદ પડશે તો આ વિસ્તારની અંદર આવેલ ડેમો ઓવરફ્લો થશે. રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં સાડા ચાર ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ અનેક શહેરોમાં તંત્રના પ્રિમોન્સુન પ્લાનની પોલ ખુલી ગઈ છે. સામાન્ય એક બે ઈંચ વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાતા જોવા મળી રહ્યા છે.


  • Follow us on: