ગુજરાત એસટીના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.  બસ ભાડામાં ST વિભાગ દ્વારા ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ભાડામા વધારો આજે મધ્ય રાત્રિથી લાગુ થશે.


મળતી માહિતી મુજબ, ગુજરાત ST વિભાગ દ્વારા એસટીના ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બસ ભાડામાં વધારો આજે મધ્ય રાત્રિથી લાગુ થશે. 48 કિ.મી.ની મુસાફરીમાં રુ. 1 થી 4 સુધીનો વધારો કરવાનો ST વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. મુસાફરોને ધ્યાને રાખી માત્ર 10 ટકાવો વધારો કરાયો છે. નિયમ મુજબ 68 ટકાનો વધારો સૂચવાયો હતો. વર્ષ 2014 થી 2023 સુધીમાં 68 ટકાનો વધારો સૂચવ્યો હતો.

ગુજરાત એસટીના ભાડામાં 10 ટકાનો વધારો

  • બસ ભાડામાં ST વિભાગ દ્વારા કરાયો વધારો
  • ભાડામા વધારો આજે મધ્ય રાત્રિથી લાગુ થશે
  • 48 કિ.મી.ની મુસાફરીમાં રુ. 1 થી 4 સુધીનો વધારો
  • મુસાફરોને ધ્યાને રાખી માત્ર 10 ટકાવો વધારો કરાયો
  • નિયમ મુજબ 68 ટકાનો વધારો સૂચવાયો હતો
  • વર્ષ 2014 થી 2023 સુધીમાં 68 ટકાનો વધારો સૂચવ્યો હતો

ST વિભાગે બસના ભાડામાં હવે 10 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય માણસના ખીસા પર અસર પડવાની છે. આજ રાતથી 12 વાગ્યા પછી ભાવ વધારો લાગૂ થઈ જશે. એટેલે કે એવું કહી શકાય કે આવતીકાલથી એસટી બસમાં મુસાફરી કરતા લોકોને વધારે ભાડુ આપવું પડશે.

ભાડાામાં કરેલા વધારે પ્રમાણે 48 કિમી સુધીની મુસાફરીમાંથી 1 થી 4 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેમા આજ રાત્રે 12 વાગ્યા પછી જ આ ભાવ વધારો લાગુ થશે. જેના કારણે 10 લાખ જેટલા મુસફારોને આ ભાવ વધારાની અસર થવાની છે. અગાઉ 2023માં પણ ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. 

  • Follow us on: