ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના આગામી ઉનાળુ વેકેશન જોતા મૂકવામાં આવી છે જે અંતર્ગત કોઈપણ ગુજરાતી માત્ર રૂપિયા 450 થી લઈ રૂપિયા 1450 સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે તેમજ સલામત સવારીની સાથોસાથ વિશેષ સુવિધા મેળવી શકે છે.
તમામ એસટી ડેપો પર યોજના લાગુ
સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના કાર્યરત કરાય છે જે અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠીયાવાડ સુધી અમલી બની રહેશે તેમજ ગુજરાતના તમામ એસટી ડેપો સહિત એસટી નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એક્સપ્રેસ બસોમાં લાગુ પડશે ગુજરાત એસટી નિગમ દ્વારા નોન એસી સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે, ગુજરાત ભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે.
ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ મોટો ફાયદો થશે
તમામ મુસાફરો માટે પણ આ યોજના સસ્તી સવારી સહિત સલામત સવારી બની રહેશે તે નક્કી છે જોકે આ યોજના અંતર્ગત પ્રવાસી લોકો માટે પણ એકજ પાસ માં સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત 1450 માં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતભરમાં મન ફાવે ત્યાં ગુર્જર નગરીથી લઈ સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે તેમજ 850 રૂપિયામાં ચાર દિવસ સુધી ગુજરાત ભરમાં પ્રવાસ થઈ શકશે સાથોસાથ પરિવાર સાથે જવાનું હોય તો રૂપિયા 450 સુધીની અડધી ટિકિટ લઈને પણ પ્રવાસ થઈ શકશે જોકે આગામી સમયમાં ગુજરાતની જનતા મન ફાવે ત્યાં ફરો યોજના ને કેટલો સફર બનાવે છે તે પણ મહત્વનું બની રહે છે.