રાજ્યમાં ભારે તડકો, ગરમી અને બફાર બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા. ત્યારે હવે આગામી 5 દિવસ ગરમીથી મળશે આંશિક રાહત મળશે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ ઉત્તર ભારતમાં હિમવર્ષના કારણને તાપમાન ઘટશે.
ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ભારતમાં હિમવર્ષના કારણને તાપમાન ઘટશે, જેના પરિણામે ગુજરાતમાં આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થશે જેથી ઠંડા પવન ફૂંકાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી
- આગામી 5 દિવસ ગરમીથી મળશે આંશિક રાહત
- ઉત્તર ભારતમાં હિમવર્ષના કારણને તાપમાન ઘટશે
- રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટવાની આગાહી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં ઠંડક રહેશે
- પવન ઉત્તર પશ્ચિમથી ઉત્તર રહેશે, ઠંડા પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની સ્પીડ નોર્મલ કરતાં ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે. એક અઠવાડિયા માટે પવનની ગતિ આટલી જ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ શકે છે. એટલે કે પવનની દિશા અને ગતિ નોર્મલ નજીક રહે તેવી શક્યતાઓ છે. ખેડૂતોએ 15મી માર્ચ સુધી ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ. તેનાથી મોડું વાવેતર કરવું જોઈએ નહીં. મહત્તમ તાપમાન થોડું ઊંચુ ગયું હતુ. પરંતુ ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું અનુભવાયું નથી. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ ઉનાળાની કોઈ મોટી ઝલક જોવા નહીં મળે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધ્યું છે. આ સપ્તાહમાં ભયંકર ગરમી પડે તેવા કોઈ એંધાણ નથી.