- વિરમગામાના હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડનો જવાન ઝડપાયો
- જમીન મુદ્દે ગુનો દાખલ નહીં કરવા માંગી હતી લાંચ
- હેડ કોન્સ્ટેબલ બાબુલાલ પરમારની ધરપકડ
રાજ્યમાં લાંચ લેતા અધિકારીઓ પર એસબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદના વિરમગામમાં ACBની સફળ ટ્રેપ કરવામાં આવી હતી. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાન લાંચ લેતા ઝડપાયા હતા. ફરિયાદી વિરૂદ્ધ જમીનની બાબતમાં ગુનો દાખલ ન કરવા બે લાખની લાંચ માગી હતી.
આ અંગેની માહિતી અનુસાર, આરોપી બાબુલાલ પરમાર,હેડ કોન્સ્ટેબલ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન જ્યારે રિઝવાન મહંમદ રફીક મેમણ,હોમગાર્ડ, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન સામે ACBએ સફળ ટ્રેપ કરીને ઝડપી લીધા છે. જેમાં 2 લાખ રુપિયાની રકમની માંગણી કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા 2 લાખ લાંચની રકમ સ્વિકારવામાં આવેલી છે. એસીબીની ટીમે તેમની પાસેથી બે લાખની રકમ રીકવર કરી છે.













