આજે મોટાભાગના યુવાનો કોફીનું સેવન કરતા જોવા મળે છે. કોફી કાફેમાં આપણે યુવાન અને ટીનએજના બાળકોને જોતા હોઈએ છીએ. કોફીના સેવનથી કબજીયાત થતી હોવાની લોકમાં સામાન્ય સમજ છે. પરંતુ કોફીનું સેવન સ્વાસ્થ્યમાં લાભપ્રદ હોવા સાથે વજન ઘટાડવા માટે પણ વધુ અસરકારક હોવાનું બહુ ઓછા લોકો જાણતા હશે.


ખરાબ ખાનપાનની આદતો અને શારીરિક પ્રવૃતિના અભાવે લોકોમાં આજે મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે. એકબાજુ લોકો કોઈપણ સમયે ખોરાનું સેવન કરતા હોય છે ત્યારે બીજી બાજુ તેઓ વધેલું વજન કેવી રીતે ઉતારવું તેને લઈને અથાગ મહેનત કરતા જોવા મળે છે. વજન ઘટાડવા લોકો આકરા ઉપવાસ તેમજ જીમનો સહારો લે છે તો કેટલીક વખત હર્બા સ્પા જેવા પ્રોટીન શેકના રવાડે ચઢતા જોવા મળ્યા છે. પરંતુ આ બધી માથાકૂટમાંથી મુક્તિ મેળવવી હોય વજન ઘટાડવા બ્લેક કોફીનના સેવન પ્રયોગ જરૂર અજમાવવો જોઈએ.

બ્લેક કોફીનું સેવન આપશે લાભ

ઓફિસમાં કામ કરતા લોકો તેમજ દિવસભર ભાગ દોડ કરતા યુવાનોમાં બ્લેક કોફીનું ચલણ વધ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે બ્લેક કોફી મનને સક્રિય રાખે છે અને વારંવાર જઠરાગ્નિમાં ઉત્પન્ન થતી ખોરાકની તૃષ્ણાને નિયંત્રિત રાખવામાં પણ મદદરૂપ બને છે. વારંવાર લાખતી ભૂખના કારણે લોકો આડેધડ ખોરાકનું સેવન કરતા હોય છે ત્યારે બ્લેક કોફીનું સેવન તમારી નાની ભૂખ મટાડે છે અને તેના કારણે તમારા વધતા વજન પર નિયંત્રણ આવે છે.

બ્લેક કોફીમાં રહેલા ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, કેફીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં રહેલ નબળાઈ દૂર કરે છે. જેના કારણે તમે વધુ સ્ફૂર્તિ અને ઉર્જાનો અનુભવ કરો છો. નિષ્ણાતો પણ કહે છે કે જે લોકો વજન ઘટાડવા માગે છે તેઓએ નિયમિત રીતે ત્રણ કપ કોફીનું સેવન કરવું જોઈએ. બ્લેક કોફીમાં રહેલ થિયોફિલિન,ક્લોરોજેનિક, કેફીન અને થિયોબ્રોમિ જેવા એસિડ તત્ત્વો રહેલા હોવાથી તેનું સેવન શરીરમાં રહેલ ફેટમાં ઘટાડો કરે છે. જે લોકોને લીવરની સમસ્યા છે તેમણે પણ ખાસ બ્લેક કોફીનું સેવન કરવું જોઈએ.

આ રીતે બનાવો બ્લેક કોફી

બ્લેક કોફી બનાવવા તમારે દૂધ કે ખાંડનો ઉપયોગ કરવો પડતો ના હોવાથી તમે ઓફિસમાં પણ સરળતાથી બનાવી શકશો. બ્લેક કોફી બનાવવા સૌ પ્રથમ 2 કપ પાણી લો. ગેસ પર એક તપેલીમાં આ પાણી ગરમ કરવા મૂકો. પાણી સાધારણ ઉકળે ત્યારબાદ તેમાં તમે 1 ચમચી કોફી તેમજ અડધો ચમચી કોકો પાવડરની સહિત તજ પાવડરની તમામ સામગ્રીને આ પાણીમાં નાખો. ધ્યાન રાખજો કે તજ પાઉડર માટે તમારે અડધા ચમચીથી પણ ઓછો પાઉડર લેવાનો રહેશે. આ સામગ્રી સહિતના પાણીને અંદાજે 5 મિનિટ જેટલા સમય સુધી જ ઉકાળ્યા બાદ તેને ગાળી લો. તમારી બ્લેક કોફઈી તૈયાર થઈ ગઈ છે. બ્લેક કોફી પીવાલાયક જેવી સાધારણ ગરમ હોય ત્યારે તમે તેનું સેવન કરો.યાદ રાખો કે દિવસમાં ત્રણથી વધુ વઘુ વખત બ્લેક કોફીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પંહોચાડી શકે છે.


  • Follow us on: