• વડોદરામાં 24 કલાકમાં હાર્ટઅટેકથી 2ના મોત
  • માંજલપુરમાં 35 વર્ષીય વ્યક્તિ અને હરણીમાં યુવકનું મોત
  • જ્યારે રાજકોટમાં 28 વર્ષીય યુવકનું મોત

હાલમાં રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર નાની વયે હાર્ટ અટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટના ધોરાજીમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. જ્યારે છેલ્લા 24 કલાક માં બે વ્યકિઓના હાર્ટ એટેક થી મોત થયું છે. જેમાં એક વ્યક્તિનું ગરબા રમતી વખતે જ મોત થયું છે.

વડોદરા શહેરમાં 24 કલાકમાં બે વ્યકિઓના હાર્ટ એટેક થી મોત થયા છે. જેમાં માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય જગદીશ પરમારનું હાર્ટ એટેક થી મોત થયું છે. રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતાં જગદીશ પરમારને હાર્ટ એટેક આવતાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે અન્ય એક ઘટનામાં હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણા નું હાર્ટ એટેક થી મોત થયું છે. જેમાં ગરબા રમતી વખતે જ શંકરભાઈને હાર્ટ એટેક આવ્યો હતો.જે પછી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.

જ્યારે બીજી તરફ રાજકોટના ભાદર-2 ડેમના પાટિયામાં સમારકામ કરતા શ્રમિકનું મોત થયું છે. જેમાં શ્રમિક ઉ.પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હતો અને ગુજરાન ચલાવવા માટે ગુજરાત આવ્યો હતો. આશુ કુમાર નામના 28 વર્ષીય પર યુવકનું મોત થયું છે. આશુ કુમાર દિનેશભાઈ સોનકાર નામના 28 વર્ષીય ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યાં હતા. બનાવ બન્યા બાદ આ યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે દુર્ભાગ્યવશ તબીબ દ્વારા રાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ હાર્ટ એટેકથી યુવકનું મોત થયાનું તારણ સામે આવ્યું હતું. 

ચિંતાજનક બન્યો હાર્ટએટેક

છેલ્લા કેટલાક સમયથી હાર્ટ અટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. પહેલા હાઇ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવે અને તેનું મોત થઈ જાય તેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં જ એક હોમગાર્ડ જવાનનું એટેક આવતા મૃત્યુ થયું તે જવાન મોઢેરા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો.

  • Follow us on: