આજનું સંદેશમાં ગુજરાતના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકના ગાળામાં રાજ્યમાં હાર્ટ એટેકથી 6 વ્યક્તિના મોત નીપજતા લોકોમાં પણ ભય ફેલાયો છે. આ સાથે હવે હમાસે ઈઝરાયેલમાં ઘૂસીને યુદ્ધનો આરંભ કર્યા બાદ હવે ઈઝરાયેલ અને હમાસ બન્ને આક્રમક બન્યા છે. આ સાથે જ ઈન્ટરનેશનલ સાઇબર ફ્રોડનાં કેસમાં CBI દ્વારા દેશનાં 11 રાજ્યોમાં 76 સ્થળે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.


વધુ વાંચો : ઈઝરાયેલની આક્રમકતા સામે હવે હમાસની સાઇકોલોજિકલ વૉર

હમાસે ઈઝરાયેલમાં ઘૂસીને યુદ્ધનો આરંભ કર્યા બાદ હવે ઈઝરાયેલ અને હમાસ બન્ને આક્રમક બન્યા છે. ઈઝરાયેલના વિમાનોએ ગાઝા પટ્ટીમાં વિનાશ વેર્યો છે અને તેની સામે હવે હમાસે સાઇકોલોજિકલ વોરનો આરંભ કર્યો છે.

વધુ વાંચો : ગુજરાતના 'ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ' જેવું મોડેલ દેશના 100-શહેરોમાં લાગુ કરવા નિર્ણય

ગુજરાત સહિત દેશભરના લોકોમાં સ્ટ્રીટ ફૂડ હંમેશા પોપ્યુલર રહ્યું છે. જોકે, તેની ગુણવત્તાનો મુદ્દો કાયમ ચર્ચામાં રહે છે. લોકોને સ્ટ્રીટ ફૂડ ગમે તો છે પણ સાથે સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા કરતા હોય છે. 

વધુ વાંચો : સાઇબર ફ્રોડ કેસમાં CBIનાં 76 સ્થળે દરોડા

ઈન્ટરનેશનલ સાઇબર ફ્રોડનાં કેસમાં CBI દ્વારા દેશનાં 11 રાજ્યોમાં 76 સ્થળે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈએ તેને ઓપરેશન ચક્ર-2 એવું નામ આપ્યું છે. સાઇબર ક્રાઈમ આચરીને નાણાકીય ફ્રોડ કરનાર લોકો સામે પાંચ અલગ કેસ પણ કરાયા છે. 

વધુ વાંચો : ક્રિકેટના સટ્ટાથી ટેક્સ વિભાગને દર વર્ષે બે લાખ કરોડની ખોટ

ભારતમાં ક્રિકેટનો વર્લ્ડ કપ હાલ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. કઈ કઈ ટીમ સેમિ ફાઈનલ અને ફાઈનલમાં ટકરાશે તેનો કરોડોનો સટ્ટો રમાઈ રહ્યો છે. ગેરકાયદે સટ્ટા દ્વારા કરોડોનો ખેલ ખેલાઈ રહ્યો છે.

વધુ વાંચો : પુરુષો માટેના ગર્ભનિરોધક ઇન્જેક્શનનું સફળ પરીક્ષણ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) પુરુષો માટેના ગર્ભનિરોધક ઇન્જેક્શનની સફળ ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે. ટ્રાયલથી જાણવા મળ્યું છે કે આ ઇન્જેક્શન કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર વિના ઘણું કારગત છે.

વધુ વાંચો : પાર્ટી પ્લોટમાં ગરબા માટે આધાર કાર્ડ ચકાસ્યા : હિન્દુ સંગઠનના 15ની અટક

છેલ્લા કેટલાક વખતથી બનતું આવ્યું છે તેમ આ નવરાત્રિમાં પણ બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનોએ જુદા જુદા પાર્ટી પ્લોટ અને ક્લબમાં વિધર્મીને ગરબા રમતા અટકાવવાના પ્રયાસો કર્યા હતા. કેટલાક કાર્યકરોએ આવા પાર્ટી પ્લોટના ગેટ પર આયોજકોની સાથે જ ઊભા રહી પ્રવેશનારાના આધાર કાર્ડ ચકાસ્યા હતા.

વધુ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં હાર્ટએટેકથી છ વ્યક્તિનાં મોત

24 કલાકના ગાળામાં રાજ્યમાં હાર્ટ એટેકથી 6 વ્યક્તિના મોત નીપજતા લોકોમાં પણ ભય ફેલાયો છે. સૌરાષ્ટ્રમાં હાર્ટએટેકના કારણે વધુ 4 લોકોના મોત નિપજયા છે. આજે જામનગરમાં 1, ખંભાળીયા પંથકમાં 2 અને અમરેલી જિલ્લાના રાજુલામાં 1 વ્યકિતનું મોત થયું છે.

વધુ વાંચો : રાણીપમાં પિતાની બીક બતાવી સગી બહેન પર ભાઈએ 20-વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ

ભણીશ નહીં તો તને પપ્પા લડશે તો હું તને બચાવીશ તેમ કહીને સગા ભાઇએ તેની નાની બહેન સાથે 20 વર્ષ પહેલા દુષ્કર્મ આચર્યુ હતું. આ બાદ સગો ભાઇ બ્લેકમેઇલ કરીને બહેન સાથે દુષ્કર્મ આચરતો હતો. 

વધુ વાંચો : કોહલીનો છગ્ગો, ભારતનો વિજયી ચોગ્ગો

રસાકસી બાદ કોહલીએ છગ્ગો મારીને સદી પૂરી કરતાં ભારતે વર્લ્ડ કપની લીગ મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને વિજયનો ચોગ્ગો નોંધાવ્યો હતો. બાંગ્લાદેશે ભારતને 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે રોહિતની ટીમે 41.3 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો. 

વધુ વાંચો : આ.રા. ક્રિકેટમાં કોહલીના ફાસ્ટેસ્ટ 26 હજાર રન પૂરા, 48મી વન-ડે સદી ફટકારી

કોહલીએ બાંગ્લાદેશ સામે 77મો રન બનાવવાની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 26 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવી હતી. આ ઇનિંગ દરમિયાન કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વાધિક રન નોંધાવનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે પણ આવી ગયો છે

  • Follow us on: