- સવારે પડેલા વરસાદને કારણે મીડિયા બોક્ષના કાચ ફૂટ્યા
- ભારે પવનને કારણે એલિવેશનના પતરા ઉડી ગયા
- SCAને કમોસમી વરસાદને કારણે નુકસાન
રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઠેર ઠેર ભારે પવન સાથે વરસાદના નુકસાનની વિગતો સામે આવી રહી છે. આ વચ્ચે રાજકોટનું સૌથી જાણીતાં એવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં કરોડો રૂપિયાનું નુકશાન થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં કાચના એલિવેશનનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા ભારે પવન સાથે વરસાદના કારણે ઠેર-ઠેર નુકસાનીના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. અહીંયા મેદાનના મીડિયા બોક્સ તેમજ તેની સાથે પ્રેક્ષકો માટેની બેઠક વ્યવસ્થા સહિતની જગ્યાએ મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે.















