મહેસાણા-ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ટ્રકચાલકે દિવ્યાંગ વ્યકિતને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું છે,જે વ્યકિત રોડ ક્રોસ કરાવતો હતો તેનો બચાવ થયો છે,તો આ સમગ્ર કેસને લઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પરંતુ અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે.


રોડ ક્રોસ કરતી વખતે દિવ્યાંગને લીધો અડફેટે

મહેસાણામાં રોડ ક્રોસ કરતી વખતે દિવ્યાંગ વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું છે,ત્યારે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપવા માટે કાર્યવાહી કરી છે પરંતુ હજી સુધી ટ્રક ચાલક પોલીસના હાથે ઝડપાયો નથી ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.મૃતકના મૃતદેહને પીએમ માટે ખેસડવામાં આવ્યો છે તો મૃતદેહ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.શરીર પર ટાયર ચઢાવીને ટ્રક ચાલક થયો ફરાર.

કચ્છના મુદ્રામાં હિટ એન્ડ રનમાં બેના મોત

મુન્દ્રામાં બે યુવકો અજાણ્યા વાહન તળે આવી જતા મોતને ભેટ્યા છે. આશાસ્પદ યુવકોના અપમૃત્યુની ખબરથી સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. બનાવ અંગે મુન્દ્રા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

  • Follow us on: