યાત્રિકોના ધસારાને ધ્યાનમાં રાખીને ભાવનગર રેલવે દ્વારા આગામી 13 માર્ચના રોજ ગુરૂવારે ભાવનગર-બાંદ્રા વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડવવામાં આવશે. વિશેષ ભાડા પર આ "હોળી સ્પેશિયલ ટ્રેન" ચલાવવામાં આવશે. આ અંગે ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 09013/09014 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ ટ્રેન નંબર 09013 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ મંગળવાર 11 માર્ચના 19.25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે.
11-12 માર્ચથી ટ્રેનના બુકિંગ થશે શરૂ
જે બીજા દિવસે સવારે 9 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ 13 માર્ચના ભાવનગર ટર્મિનસથી 4 કલાકે ઉપડશે અને તે જ દિવસે 17 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09013 માટે બુકિંગ 11 માર્ચથી શરૂ થશે, જ્યારે ટ્રેન નંબર 09014 માટે બુકિંગ 12 માર્ચથી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે.
આ રીતે ટ્રેન ટિકિટ ફટાફટ કરો બુક
રેલવેએ ટિકિટ બુકિંગ માટે ઘણી એપ્સ લોન્ચ કરી છે. જેમાંથી એક UTS એપ પણ છે, જેના દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરી શકાય છે. જે મુસાફરો પાસે ટિકિટ નથી તેઓ રેલ્વે સ્ટેશનની બહારથી સફરમાં ટિકિટ બુક કરાવી શકે છે. તમે આ એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ ડાઉનલોડ કર્યા પછી, ટિકિટ બુક કરી શકાય છે. આ એપ ખોલતાની સાથે જ તમને ઉપરની બાજુએ ઘણા બધા વિકલ્પો દેખાશે. જેમાં મુસાફરી સંબંધિત બધી માહિતી ભર્યા પછી, ચુકવણી કરો. આ પછી તમને ટિકિટ મળશે.