• ખેડૂતોની ડાંગર રસ્તા પર ઢોળાઈ જતા રોષ
  • ઈયાવા ગામ પાસે અજાણ્યા વાહને મારી ટક્કર
  • ટક્કર મારતા 3 ટ્રેક્ટર ટ્રોલી સાથે નાળામાં ખાબક્યા

અમદાવાદ નજીક સાણંદ-વિરમગામ હાઇવે પર ઈયાવા વાસણા ગામ નજીક ડાંગર નાખવા આવેલા ટ્રેક્ટરો હાઇવેની સાઈડમાં લાઈનમાં ઉભા હતા. ત્યારે પાછળથી એક ટ્રેલરે 5 થી 7 ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા 3 ટ્રેક્ટર ટ્રોલી સાથે ઊંધા વળી નાળામાં ખાબક્યા હતા.


આ વચ્ચે બાકીના ટ્રેક્ટોરો એક પાછળ એક એકમાં અથડાયા હતા. જ્યારે નાળામાં ખાબકેલા ત્રણ ટ્રેક્ટરનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ ટ્રોલીમાં ભરેલો ડાંગરનો પાક વેર વિખેર થઈ ગયો હતો. આથી ખેડૂતોનો પાક યાર્ડમાં પહોંચે એ પહેલા જ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

તેમજ ઘટનાને પગલે ખેડૂતો એકત્ર થઈ ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેક્ટરોની ટ્રોલીમાંથી ડાંગરનો પાક ઢોળાયને રોડ પર ઢગલો થઈ ગયો હતો. એક ટ્રેક્ટર નાળામાં ઊંધા વળી ગયેલા ટ્રેક્ટર પર ચડી ગયું હતું. આથી મોટાભાગના ટ્રેક્ટરોને ભારે નુકસાન પહોંચ્યું છે.


  • Follow us on: