સુરતમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમોની પોલીસે ઓળખ પરેડ યોજી હતી. જેમાં પોલીસે વિવિઘ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં એકઠા કર્યા હતા. જેમાં પોલીસે ઈદના તહેવારને ધ્યાને રાખીને વિશેષ કાર્યવાહી આદરી હતી. જેમાં ગુનેગારો સાથે વાતચીત કરીને પોલીસે તેમને સમજણ આપી હતી. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સાથે વાતચીત યોજવામાં આવી હતી.


પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સમજણ અપાઇ

મળતી માહિતી મુજબ સુરતમાં ઝોન 4ના પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી. ઈદના પર્વને લઈને પોલીસ ખૂબ જ સજાગ થયેલી જોવા મળી હતી. સુરત જિલ્લાના વેસુ, ઉમરા, ખટોદરા, અલથાણ પોલીસ સ્ટેશનના આરોપીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને સમજણ આપવામાં આવી હતી. વિવિધ પોલીસ સ્ટેશનના ગુનેગારો વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ છે. જે કોઈ ગુનો ન કરે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

ઈદના તહેવારને ધ્યાને લઇને કાર્યવાહી

સુરતમાં આવનાર ઈદના તહેવારને ધ્યાને રાખીને પોલીસે કાર્યવાહી કરી હતી. ઓળખ પરેડમાં ઈદના તહેવારમાં કોઈ ગુનો ન કરે, કે કોઈ ગુનામાં ભાગીદાર ન બને તે અંગે તેમનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આરોપીઓને બેસાડીને ડીસીપી વિજયસિંહ ગુજ્જરે વાર્તાલાપ કર્યો હતો. તેમજ આરોપીઓને જણાવેલ "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" તેમજ ફરીથી ગુનો ન કરવા અંગે આરોપીઓને પોલીસે સમજણ પૂરી પાડી હતી.

  • Follow us on: