• કડી એપીએમસી યાર્ડની ચૂંટણી

  • 5 ડિસેમ્બરે યોજાવાનું છે ઈલેક્શન
  • નીતિન પટેલ બિનહરીફ જાહેર થયા છે

ગુજરાતના રાજકારણમાં ફરીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક સમયના ગુજરાતના નાયબ સીએમ રહી ચૂકેલા નીતિન પટેલ ફરીથી એકવાર કડીના સ્થાનિક રાજકારણમાં મોટી જવાબદારી મેળવી શકે તેમ છે. આ જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. નીતિન પટેલે કડી માર્કેટિંગ યાર્ડ APMCનું ચૂંટણી ફોર્મ ભર્યું છે અને તેઓ બિનહરીફ જાહેર થયા છે. આ મામલે એક નવી અપડેટ પ્રમાણે નીતિન પટેલ હવે એપીએમસી કડીના ચેરમેન બને તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એપીએમસીના ચેરમેન તરીકે નીતિન પટેલ બિનહરીફ ચૂંટાય તેવી શક્યતા છે. ખેડૂત વિભાગમાં નીતિન પટેલના નજીકના ગણાતા વિનોદ પટેલ અને વર્તમાન ચેરમેન રાજુ પટેલ મેદાનમાં છે. તેમજ નીતિન પટેલ કડી એપીએમસીમાં ખરીદ વેચાણ સઘની બેઠકમાં બિનહરીફ જાહેર થયા છે. મહત્વનું છે કે આગામી મહિનાની 5 તારીખે એટલે કે 5 ડિસેમ્બરના રોજ કડી એપીએમસી યાર્ડની ચૂંટણી યોજાવાની છે.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કડી APMC ચૂંટણીનું ફોર્મ ભર્યું છે. ગુજરાતના પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ચૂંટણીનું ફોર્મ ભરતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. નીતિન પટેલે ખરીદ વેચાણ સહકારી મંડળીમાં ફોર્મ ભર્યું છે. માત્ર એક જ ફોર્મ ભરાતાં નીતિન પટેલ કડી APMC ચૂંટણીમાં બિનફરીફ થયા છે.

5 ડિસેમ્બરેના રોજ કડી APMCની ચૂંટણી યોજવાની છે. 24 નવેમ્બરના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. કડી APMCની 15 બેઠક માટે કુલ 91 ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે APMCની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં ખરીદ વેચાણ સરકારી મંડળીમાં એક માત્ર નીતિન પટેલનું ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓ બિનહરીફ થયા છે. કડી APMCના 20 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ફોર્મ ભરાયા છે. વેપારીઓની ચાર બેઠક માટે 15 ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોએ ફોર્મ ભરતા સરકારી રાજકારણ ગરમાયું છે. જ્યારે ખેડૂતોની 10 બેઠક માટે 75 ફોર્મ ભરાયા છે.


  • Follow us on: