• બસમાં મુકેલી રૂ. 9 લાખની સાડીઓ બળીને ખાખ
  • સુરતથી મુંબઈ તરફ જતી લકઝરી બસમાં આગ
  • ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો

વલસાડના પારડી હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગી હતી. જેમાં 18 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. તેમજ બસમાં સવાર 18 મુસાફરો સમય સૂચકતા વાપરી બચી ગયા છે. બસમાં મુકેલી રૂપિયા 9 લાખની સાડીઓ બળીને ખાખ થઇ છે. સુરતથી મુંબઈ તરફ જતી લકઝરી બસમાં આગ લગતા અફરાતફરી મચી હતી.

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો

લક્ઝરી બસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તેમજ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે. આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. પણ લક્ઝરી બસમાં આગ લાગતા બસ બળીને ખાખ થઇ છે. બનાવને પગલે આગ ઓલવવા વલસાડ, પારડી, વાપી સહિતના ફાયરબ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

બસનું ટાયર બ્લાસ્ટ થતા બસમાં આગ લાગી હોઇ શકે છે

ખાનગી બસના ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, બસ અમદાવાદથી બેલગામ જઈ રહી હતી. ખાનગી ટ્રાવેલ્સની બસમાં 18 મુસાફરો સવાર હતા. જેમાં તમામ મુસાફરો આબાદ બચાવ કર્યો છે. બસના ચાલકના કહેવા પ્રમાણે બસનું ટાયર બ્લાસ્ટ થતા બસમાં આગ લાગી હોઇ શકે છે.

ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી કર્ણાટક જઈ રહી હતી

ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી કર્ણાટક જઈ રહી હતી, આ દરમિયાન અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના પારડી નજીક ખાનગી બસમાં આગ લાગી હતી. જેથી મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા, તો આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે પણ ઘટના સ્થળે દોડી આવી હતી.


  • Follow us on: