- પ્રોફેશનલ ટેક્ષ અને પ્રોપર્ટી ટેક્ષ બાબતે નોટીસ અપાઈ
- પ્રોપરાઈટર અને ભાડુઆત અલગ અલગ ન દર્શાવતા નોટીસ
- બેદરકારી બદલ અધિકારીઓને પણ શો કોઝ નોટીસ
તાજેતરમા AMC રેવન્યુ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠક મળી હતી. જેમાં BU પરમિશન સિવાયની મિલ્કતોની આકારણી માટે ખાસ સેલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. BU વિનાની ઇમારતોને શોધી ટેક્સ ટેનામેન્ટ નંબર વગરની મિલ્કતોને રેકોર્ડ પર લઈ તેનો વેરો વસૂલવામાં આવશે.
આ ઉપરાંત વર્તમાન વર્ષમાં 25000 થી ઓછો ટેક્સ બાકી હોય એવા કિસ્સામાં મિલકત સીલ ન કરી ફક્ત નોટિસ જ આપવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની જેમ વ્યવસાય વેરો વસૂલવા ઝુંબેશ હાથ ધરાઇ છે. પેલેડિયમ મોલ અને TRP મોલને પ્રોફેશનલ ટેક્સ મામલે નોટિસ આપવામાં આવી.













