• ઈ-ચલણના કડક અમલ માટે નવું સોફ્ટવેર તૈયાર કરાશે
  • અમદાવાદ મનપાએ બહાર પાડ્યું ટેન્ડર
  • કાર પર બ્લેક ફિલ્મ હોય તો મેમો મેન્યુઅલી જનરેટ કરાશે

અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનારા સાવધાન. કારણ કે હવે AMCના કેમેરાથી ઈ-મેમો ફટકારાશે. ઈ-ચલણના કડક અમલ માટે નવું સોફ્ટવેર તૈયાર કરાશે. અમદાવાદ મનપાએ ટેન્ડર બહાર પાડ્યું છે. તેમાં કાર પર બ્લેક ફિલ્મ હોય તો મેમો મેન્યુઅલી જનરેટ કરાશે.

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના મેમો મેન્યુઅલી જનરેટ કરાશે

ઉલ્લેખનીય છે કે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના મેમો મેન્યુઅલી જનરેટ કરાશે. તથા રેડ લાઈટ જમ્પ, હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો દંડ થશે. જુદા જુદા 11 ગુના પકડવા કેમેરામાં નવું સોફ્ટવેર ઈન્સ્ટોલ થશે. એએમસીએ લગાવેલા સીસીટીવીથી હાલ રેડ લાઈટ જમ્પ કરવાના ગુના બદલ ઈ-ચલણ જનરેટ થાય છે. હાલની સિસ્ટમ 6 વર્ષ જૂની હોવાથી નવી સિસ્ટમ તૈયાર કરાશે. નવા સોફ્ટવેરથી તૈયાર થનારી સિસ્ટમમાં ચોરીના વાહનને પણ ટ્રેક કરાશે અને આવું વાહન કોઈ જંકશન પરથી પસાર થશે કે તરત પોલીસને એલર્ટ કરાશે.

નવી સિસ્ટમ વાહન પર ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટ પણ પકડી પાડશે

નવી સિસ્ટમ વાહન પર ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટ પણ પકડી પાડશે. આ સાથે કોઈ એક ચોક્કસ જંકશન પરથી દિવસમાં કેટલા વાહન પસાર થયા તેનો ડેટા મેળવી શકાશે. આ ડેટાને આધારે AMC ટ્રાફિકની સમસ્યા ઉકેલવાનું આયોજન કરી શકશે. ઈ-મેમો ઉપરાંત આ સિસ્ટમ રસ્તે રઝળતાં ઢોર, કચરાના ઢગલા, રોડ પર ખાડા કે પાણી ભરાયા હશે તો તેનો ફોટો રેકોર્ડ કરી જે તે વિભાગને મોકલશે.                       

  • Follow us on: