અમદાવાદના બાવળામાં પુત્રએ પિતાની હત્યા કરી નાખી હોવાની વાત સામે આવી છે,તો કયા કારણોસર હત્યા કરી તેનું સાચુ કારણ સામે આવ્યુ નથી તો પરિવારના સભ્યોએ પરિજન ઘરે ના આવતા તેમની શોધખોળ શરૂ કરી હતી ત્યારે ખેતરની સીમમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર માથે આભ ફાટયું હતુ.
4 મિત્રો સાથે મળી પુત્રએ પિતાની કરી હત્યા
બાવળાના કેશરડી ગામે હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે આવો પોલીસને ફોન આવે છે અને પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચે છે ત્યારે માથાના ભાગે ઈજા અને લોહી વહી રહેલી હાલતમાં મતદેહ પડયો હતો તો પોલીસે ઘટના સ્થળેથી મૃતકની તપાસ કરી હતી અને પરિવારજનોનો સંપર્ક કર્યો હતો તો ખબર પડી કે પિતા અને પુત્ર વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી માથાકુટ ચાલી રહી હતી જેમાં પુત્રએ તેના મિત્રોને બોલાવી પિતાની હત્યા કરાવી છે.
કેશરડી ગામે ખેતરમાંથી મળી આવ્યો મૃતદેહ
પુત્રએ ત્રણ યુવક અને એક સગીર મિત્રની મદદથી ઘટનાને અંજામ આપ્યો છે,અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેશરડી ગામના વિઠ્ઠલભાઈ દેવશીભાઈ રાઠોડ (કોળી પટેલ) ઉ.વ.૪૦નું મોત થયું છે,આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે હત્યા કરીને મૃતદેહને માધ્યમિક શાળાની પાછળ ખેતરની ઓરડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો તો પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામા આવશે,હત્યા કરી હત્યારો પુત્ર અને તેના મિત્રો ફરાર થઈ ગયા છે.