ભરુચમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો. અને તેમના પ્રેમને પરીવાર તરફથી મંજૂરી ના મળતા ભાગવાનો નિર્ણય કર્યો. યુવક અને યુવતી ભાગી જતા તેમના પ્રેમની પરિવાર અને તેમના સમાજે કિમંત ચૂકવવી પડી. વેડચ ગામમાં તેમના સમાજ અને પરીવારના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. જંબુસરમાં યુવતીના પક્ષવાળાએ તોડફોડ કરી. મકાનો તોડી તેમના પર હુમલો કરનારા વિરુદ્ધ કાર્યવાહીની પરિવાર દ્વારા માગ કરવામાં આવી.


યુવકના પ્રેમનો પરીવાર બન્યો ભોગ

જંબુસર તાલુકાના કારેલી ગામે ફુલ મારી સમાજના સાત મકાનો ઉપર ગ્રામનાજ લોકોએ જીસીબી મશીન ફેરવ્યુ. મહિલા બાબતના ઝઘડામાં કારેલી ગામના દરબાર સમાજના લોકોએ બુલડોઝર વાળી કરી. મકાનો પર બુલડોઝર ફેરવાતા ફુલમાળી સમાજની મહિલાઓ વેડચ પોલીસ સ્ટેશન પંહોચી. મહિલાઓએ ફરિયાદ કરી કે ફુલમાળી સમાજ અને દરબાર સમાજ વચ્ચે ઝગડો ચાલી રહ્યો છે.

મહિલાને લઈ યુવક ભાગી ગયો

વડેચ પોલીસને ફુલમાળી સમાજ અને દરબાર સમાજ વચ્ચેના ઝગડાનું કારણ એક મહિલા અને એક યુવક વચ્ચેનો પ્રેમ જણાવ્યું. જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતે ફુલ મારી સમાજનો એક યુવાન ગામની જ એક મહિલાને લઈને ભાગી ગયો. અને તેના કારણે એ મહિલાના પરિવાર સહિત ગામના દરબાર સમાજના આગેવાનો એક મોટું ટોળું લઈને ફૂલમારી સમાજના ઘરો પાસે પહોંચી ગયું હતું જ્યાં જઈને ઉશ્કેરાયેલા ટોળાએ ફુલ મારી સમાજના અનેક મકાનો પર જીસીબી ફેરવી વાળ્યું હતું અને અનેક મકાનોના પતરા સહિતના તમામ ભાગો તોડી પાડ્યા હતા.

પોલીસે ટોળા સામે કાર્યવાહી હાથ ધરી

પરંતુ કાયદો હાથમાં લેનાર ટોળાંને આ મકાનો તોડી પાડવાની સત્તા કોણે આપી હતી. પીડીટ ફુલમારી પરિવારે માંગ કરી છે કે તમામ ગુનેગારો સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર ઘટનામાં વેડચ પોલીસે ટોળા વિરોધ ગુનો દાખલ કરવાની કવાયત હાથધરી તમામ અસામાજિક તત્વોની ધરપકાર કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  • Follow us on: