ભરુચમાં મુસ્લિમ સમાજના લોકો UCC અને વકફ બોર્ડને લઈને પોતાની નારાજગી દર્શાવી. UCC અને વકફ બોર્ડ મુદ્દે મુસ્લિમ સમાજના લોકો વિરોધ દર્શાવવા કલેકટર કચેરી ખાતે પંહોચ્યા હતા. મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે કે અમારો મત જાણ્યા વગર સરકાર અમારી ઉપર UCC અને વકફ બોર્ડના કાયદા લાગુ કરવામાં આવી રહ્યો છે. આ બંને કાયદાના કારણે મુસ્લિમ સમુદાયને વધુ અસર થશે. ભારત સરકાર દ્વારા મુસ્લિમ સમાજ ઉપર કાળો કાયદો ઠોકડી બેસાડાયો છે તેનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.


ભરૂચના મુસ્લિમ સમાજમાં રોષ

UCC અને વકફ બોર્ડ કાયદાના લઈને ભરૂચના મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો. શહેરની કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં મુસ્લિમોએ એકઠા થયા હતા. વિરોધ કરી રહેલ એક મુસ્લિમ અગ્રણીએ સંદેશ ન્યૂઝને જણાવ્યું કે આજે 20 માર્ચના રોજ અમે શહેરના વિવિધ મુસ્લિમ સંગઠનો, સામાજિક સંગઠનો તેમજ રાજકીય આગેવાનો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. UCC અને વકફ બોર્ડ કાનૂનને લઈને અમારો વિરોધ છે. મુસ્લિમ અગ્રણીનું કહેવું છે કે અમે આવેદન પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં 32 ટકા લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત વસવાટ કરી રહ્યા છે. અને 18 ટકા લઘુમતી સમુદાયો UCC કાયદાને લીધે અસરગ્રસ્ત થશે.

કલેકટરને આપ્યું આવેદન પત્ર

આજે મુસ્લિમ સમાજના લોકો કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા. તેમનું કહેવું છે કે ‘સરકારે મુસ્લિમ સમાજ પર કાળો કાયદો ઠોકી બેસાડ્યો’ છે. ભારત સરકારે વકફ એમડમેન્ટબિલ લાગુ કરી અને ગુજરાત સરકાર દ્વારા UCC લાગુ કરવાથી લઘુમતી મુસ્લિમ સમુદાયન વધુ અસર થશે. UCC અને વકફ બોર્ડનો કાળો કાયદો મુસ્લિમ સમાજ પર ઠોકી બેસાડવામાં આવ્યો છે તેને ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા સખતપણે વખોડીએ છીએ. અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ અને ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ કે આ કાયદાથી મુસ્લિમ સમાજને મોટું નુકસાન થશે.

મુસ્લિમોને થશે નુકસાન

મુસ્લિમ પર્સનલ બોર્ડ અને વકફ કમિટિ સારી રીતે ભારતમાં પોતાનું સંચાલન કરે છે. છતાં પણ ધાર્મિક બાબતોમાં કેન્દ્ર સરકાર દ્વારા દખલગીરી કરવામાં આવી છે તેને અમે મુસ્લિમ સમાજ ચલાવી નહીં લઈએ. યુસીસી કમિટિના સભ્યો એક સપ્તાહ પહેલા જ્યારે ભરૂચ ખાતે આવ્યા હતા ત્યારે ફક્ત ગણી ગાંઠી સંસ્થાને જાણ કરી સર્વે કર્યો હતો. યુસીસી કમિટિના સભ્યો જ્યારે અંહી આવ્યા ત્યારે અમને વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા હતા. અમે ભારતના જ નાગરિક છીએ અને એટલે જ જે બાબતો અમને લાગુ પડે તેને માટે અમને અમારો મત કરવાનો અધિકાર છે. અમે કલેકટરને આવેદનપત્ર આપી UCC અને વકફ બોર્ડ કાયદાના લઈને સખત વિરોધ નોંધાવીએ છીએ અને સાથે માગ કરીએ છીએ કે આ બાબતે સરકાર પુનઃવિચાર કરે.

  • Follow us on: