• ચીફ ફાયર ઓફિસરના કોમ્પ્યુટરમાંથી સહી સ્કેન કરીને બોગસ એનઓસી કરી તૈયાર
  • એનઓસી બિલ્ડીંગ માટે ઉપયોગમાં લેવામાં આવી હોવાનું કૌભાંડ
  • એક પૂર્વ અને એક ચાલુ અધિકારીએ કર્યુ આ કારસ્તાન

જુનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખામાં પૂર્વ કર્મચારીએ ચીફ ફાયર ઓફિસરની કોમ્પ્યુટર માંથી સહી સ્કેન કરીને બોગસ એનઓસી તૈયાર કરીને એક બિલ્ડીંગ માટે ઉપયોગમાં લેવામાં આવી હોવાનું કૌભાંડ સામે આવતા ફાયર શાખામાં ફરજ બજાવતા પૂર્વ કર્મચારી સુજલ પોમલ અને હાલ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ગૌતમ બાંભરોલીયા સામે ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

કૌભાંડ આવ્યું સામે

વર્ષ 2022 ના ઓગસ્ટ મહિનામાં ચોબારી રોડ પર આવેલી મિત ઇન્ફ્રા દ્વારા બિલ્ડીંગ બનાવવા માટે મનપાની ફાયર શાખામાં પ્રી એનઓસી માટે અરજી કરી હતી જેને બોગસ એનઓસી ઈસ્યુ કરવાનો મામલો સામે આવ્યો હતો. તપાસમાં ફાયર શાખામાં અગાઉ સોર્સિંગમાં કોમ્પ્યુટર કામ કરતા કર્મચારી સુજલ પોમલે મોકલી હોવાનું સામે આવ્યું હતું જેથી ફલિત થયું કે સુજલે મીત ઇન્ફ્રાને ખોટી રીતે લાભ આપવા માટે તેના નકશા પરનો અભિપ્રાય ફાયર શાખા દ્વારા આપવામાં આવ્યો હતો તેવું દર્શાવ્યું હતું અને તેમાં કોઈપણ રીતે સુજલ દ્વારા ચીફ ફાયર ઓફિસરની સહી કોપી કરીને બોગસ એનઓસી તૈયાર કરી તેને ખરા તરીકે ઉપયોગ માટે મોકલી હોવાનું સામે આવ્યું હતું.


રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે

સમગ્ર મામલે ચીફ ફાયર અધિકારી દીપક જાની દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સુજલ પોમલ અને ગૌતમ બાંભરોલીયાને ઝડપીને વધુ પૂછપરછ હાથધરી હતી અને બાદમાં કોર્ટમાં રજૂ કરતા સુજલના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. રિમાન્ડ પૂર્ણ તથા બંને આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા છે.


  • Follow us on: