- ઇલેક્ટ્રિકને લાગતા કામ માટે સિક્યુરિટી ડિપોઝીટના રૂપિયા પરત માંગ્યા
- આરોપી તેજસ પ્રકાશચંદ્ર આરીવાલા વર્ગ-2ના અધિકારી
- ચીફ એકાઉન્ટન્ટ તરીકે SMC ની મુખ્ય કચેરીમાં ફરજ પર
રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સુરત મહાનગર પાલિકાના વર્ગ-2ના અધિકારી અને તેમના પટાવાળા 2,50,000 ની લાંચ માંગતા એ.સી.બીની ટીમે ઝડપી પાડ્યા છે. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જે સાથે જ ફરી એકવાર અધિકારીઓમાં એસીબીનો ખૌફ જોવા મળી રહ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, સુરત મહાનગર પાલીકા તરફ થી ઇલેકટ્રીક ને લગતા કામનો વર્ક ઓર્ડર મળેલ તેના સીક્યુરીટી ડીપોઝીટ પેટે ફરીયાદીએ નાણાં જમા કરાવેલા તે નાણા પરત મેળવવા ફરીયાદીએ અરજી કરેલ જેના માટે ચીફ એકાઉન્ટટ તેજસ આરીવાલાને રુબરુ બોલાવી નાણા પરત કરવાના અવેજ પેટે રૂ.2.50 લાખની લાંચની માંગણી કરી હતી. જ્યારે લાંચની રકમ લેવા પટાવાળા લાલુભાઈ પટેલને આપી દેવા જાણાવેલ હતી.













