- દોલતપરા બાદ વધુ એક રહેણાંક વિસ્તારમાં દીપડો
- કેમ્બ્રિજ સોસાયટી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી
- વન વિભાગની ટીમે દીપડાને ઝડપવા પાંજરા મૂક્યા
જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી છે. જેમાં દોલતપરા બાદ વધુ એક રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો છે. કેમ્બ્રિજ સોસાયટી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે. દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ત્યારે વન વિભાગની ટીમે દીપડાને ઝડપવા પાંજરા મૂક્યા છે.
શહેરના રહેણાંક વિસ્તારોમાં દીપડાની હલચલ વધી
શહેરના રહેણાંક વિસ્તારોમાં દીપડાની હલચલ વધી છે. દોલતપરા બાદ વધુ એક રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર જોવા મળી છે. કેમ્બ્રિજ સોસાયટી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમાં સોસાયટીમાં વન વિભાગે પાંજરા મૂક્યા છે.
લીલી પરિક્રમામાં બાળકીને ફાડી ખાધીના અહેવાલ આવ્યા
માનવ અને દીપડાના ઘર્ષણ સતત વધતા જાય છે. જૂનાગઢમાં લીલી પરિક્રમામાં બાળકીને ફાડી ખાધીના અહેવાલ આવ્યા બાદ વધુ એક અહેવાલમાં ખૂંખાર દીપડાએ દોલતપરામાં બાળકને શિકાર બનાવવા પ્રયાસ કર્યો હતું, પરંતુ નીડર માતાએ દીપડાના મુખમાંથી પોતાના બાળકને બચાવ્યું હતું. દીપડો રહેણાંક વિસ્તારમાં દેખાય છે છત્તાં હજુ વન વિભાગ તેને પકડી શક્યું નથી. ખામધ્રોળ રોડ પર આવેલા યમુના નગરની કેમ્બ્રિજ સ્કૂલ પાસે રહેણાંક વિસ્તારની નજીક દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાઈ ગયો હતો.
દીપડો કેમ્બ્રિજ સ્કૂલ પાસેથી આરટીઓ પાસે પહોંચી ગયો
આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વિભાગનો સ્ટાફ તપાસ અર્થે દોડી આવ્યો હતો તેવામાં આ દીપડો કેમ્બ્રિજ સ્કૂલ પાસેથી આરટીઓ પાસે પહોંચી ગયો હતો. વનવિભાગનો સ્ટાફ ત્યાં પણ પહોંચ્યો અને તપાસ કરી આમ જૂનાગઢ શહેરમાં માનવ વસ્તીની આસપાસ આવી ચડેલા દીપડાને પકડવા હવે વનતંત્ર પાંજરા મૂકી રહ્યું છે પરંતુ દીપડો ચાલાક છે પાંજરામાં આવતો નથી જેના કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે.