• મકાન ખાલી કરવાનું કહીને ભાડૂઆતે યુવતીને મારી
  • ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
  • મકાન માલિક સહિત 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે,જેમાં ઘરનો માલિક ભાડૂઆત યુવતીને કોઈ કારણોસર બેરહેમીથી માર મારી રહ્યો છે.વીડિયોમાં યુવતી અને મકાન માલિક બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી,અને મકાન માલિક યુવતીને અપશબ્દો બોલી રહ્યો હતો.ઘટનાની જાણ થતા યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

યુવતીને માર્યો માર

સુરતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય બેથી ત્રણ લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે. ભાડાની તકરારમાં એક શખસે યુવતીના હાથ પકડી રાખ્યા હતો, જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક આડેધડ ઢીકા અને મુક્કા મારી રહ્યો હતો.

ભાડુ નહી ચૂકવતા થઈ બબાલ

યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે. છેલ્લા બે મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત ત્રણથી ચાર શખશો ઘરમાં ઘૂસી આવ્યા હતા. ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે, તેણે મકાનમાં રહેતી ત્રણ યુવતીને મારવાનું શરૂ કર્યું હતું. જેમાંથી બે યુવતી ડરીને ભાગી ગઈ હતી અને એક યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી.

પોલીસે નોંધ્યો ગુનો

યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ યુવતીઓ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેમાં પોલીસે તેઓની પહેલાં લેખિત અરજી લીધી હતી અને બાદમાં ત્રણ શખસો સામે ગુનો દાખલ કર્યો છે.યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્રણ લોકો સામે મારામારી એટલે આઈપીસીની કલમ 323 દાખલ કરવામાં આવી છે. યુવતીએ વીડિયો પણ આપ્યા છે, જે અંગે તપાસ ચાલુ છે.


  • Follow us on: