સુરતમાં વિધર્મીએ યુવતી સાથે દુષ્કર્મ આચરતા ખટોદરા પોલીસે યુવકની ધરપકડ કરી છે, લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, તો સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા હતા અને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, ખટોદરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.


વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ

સુરતમાં ફરી વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ છે, યુવતીની ફરિયાદના આધારે વાત કરીએ તો સોશિયલ મીડિયાથી બન્ને સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ યુવકે કહ્યું કે હુ તારી સાથે લગ્ન કરીશ તેમ લાલચ આપી અને દુષ્કર્મ કર્યુ હતુ, જયારે યુવતીએ લગ્નની વાત કરી તો તેને તરછોડી દેવામાં આવી હતી જેના કારણે હતાશ થયેલી યુવતીએ ખટોદરા પોલીસના દ્વાર ખખડાયા હતા અને ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી.

ભોગ બનનાર યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

ઘટના બનતાની સાથે પોલીસ પણ સતર્ક બની હતી કેમકે યુવક વિધર્મી છે અને તેણે અન્ય કોઈ યુવતી સાથે તો આવુ નથી કર્યુ ને તેને લઈ તપાસ શરૂ કરી છે, પોલીસે આરોપી શહેઝાદ શેખની પૂછપરછ પણ કરી છે અને યુવતીને મેડકિલ તપાસ માટે મોકલી આપી છે, યુવતીનું પોલીસને વધુમાં કહેવું છે કે, આરોપી તેને મળવા બોલવતો હતો અને ત્યારબાદ તેને ફોસલાવીને દુષ્કર્મ આચર્યુ છે, સુરતની એક હોટલમાં દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે.

  • Follow us on: