સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાના મેડિકલ સ્ટોર પર સુરત એસઓજીએ દરોડા પાડયા હતા, પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચતા મેડિકલ સ્ટોર પર SOG પોલીસે દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પાલનપુર પ્રગતિ મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપી પડયો છે અને સીરપની બોટલ ટેબ્લેટ મળી 7600 મુદ્દામાલ કબ્જે કર્યો છે.


નશો થાય તેવી સિરપ આપતાં દુકાનદાર ભેરવાયો

સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતુ હતુ અને તેની બાતમી સુરત એસઓજીને મળી હતી ત્યારે વેચાણ કરનાર પાલનપોરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી.ની ટીમે ગતરોજ છટકું ગોઠવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને પાણ સાથે રાખી એક ડમી ગ્રાહક ઊભો કર્યો હતો. જેને સાંઈ વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયું હતું. કોડીન હોય તેવી કોડી સ્ટાર, કોરેક્ષ, ટોસેક્ષ સિરપ જપ્ત કરવામાં આવી છે.

પાલનપોર પ્રગતિ ગામના મેડિકલના જય પપૈયા વિરુદ્ધ કાર્યવાહી

પ્રોક્ષીવોન પ્લસ જેવી ટેબ્લેટ તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવા પ્રતિબંધ હોવા છતાં કેટલાક મેડિકલવાળા તેનું બિંદાસ વેચાણ કરતા હોય છે અને પોલીસ તેમને પકડવા ડ્રાઇવ રાખતી હોય છે. આ ડ્રાઇવમાં પ્રગતિ મેડિકલ સંચાલક ભેરવાઈ ગયો હતો. થોડાક રૂપિયાની લાલચમાં તેણે તબીબી પ્રિસ્ક્રિપ્શન નહીં હોવા છતાં ડમી ગ્રાહકને માંગ્યા મુજબની દવા આપતાં જ પોલીસે પકડી લીધો હતો. અહીંથી પોલીસે સિપરની 44 બોટલ તથા પ્રોક્ષીવોન ટેબ્લેટના સાત પેક્રેટ્સ સહિત 7679ની મતા કબજે કરી આગળની કાર્યવાહી માટે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓને સોંપ્યો હતો.


  • Follow us on: