- સુરત જિલ્લામાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો
- નરેશ પટેલને રૂ.300ની લાંચ ઝડપી પાડ્યો
- દસ્તાવેજની નોંધણી માટે 300 રૂપિયાની લાંચ માગી
લાંચિયા અધિકારીઓ પર ACB દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુરતમાં મોટા પગરદાર સબ રજીસ્ટાર વર્ગ-3 ના કર્મચારી રૂ. 300 ની લાંચ લેતા ઝડપાયો છે. જેમાં નરેશ પટેલ નામના કર્મચારીએ દસ્તાવેજમાં નોંધણી માટે લાંચ માંગી હોવાની વિગતો સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, ઓલપાડના સેવા સદનમાં ACB દ્વારા લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યો છે. જેમાં સબ રજીસ્ટાર વર્ગ-3 નો કર્મચારી તરીકે ફરજ બજાવતા નરેશ પટેલે એક નાગરિક પાસે દસ્તાવેજની નોંધણી માટે રૂ.300 ની લાંચ માંગી હતી. જેને ACB ના દ્વારા છટકું ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યો છે.
જેના સાથે જ લાંસિયા અધિકારી નરેશ પટેલને વધુ તપાસ માટે અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ ફરી એકવાર ACB ની કાર્યવાહીને લઈને લાંચિયા અધિકારીઓમાં ફરી એકવાર ફફડાટ જોવા મળી રહ્યો છે. જેમાં લાંચ માંગતા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કેવી રીતે બની ઘટના
એ.સી.બી.ને આધારધુત માહિતી મળેલ કે, સબ રજીસ્ટાર સુરત 9 અબ્રામાં સબ રજીસ્ટારની કચેરી ઓલપાડ સુરત ખાતે દસ્તાવેજની નોધણી કરવાના અવેજ પેટે કચેરીમાં કામ કરતા અધિકારી દ્વારા રૂ.100/- થી લઈને 1000/- સુધીની ગેરકાયદેસર માંગણી કરતા હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે સહકાર આપનારનો સંપર્ક કરી આજરોજ ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન મિલ્કતના દસ્તાવેજની નોધણી કરવાના માટે સબ રજીસ્ટાર અધિકારીએ હેતુલક્ષી વાતચીત કરી રૂ.300/- ની લાંચની માંગણી કરી સ્વીકારતા પકડી પાડવામાં આવ્યો હતો.