સુરતમાં નબીરાઓ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે,સુરતમાં ભાડે કાર રાખીને 8 નબીરાઓએ બજાર માથે લીધુ હતુ અને હોળીના તહેવારના દિવસે નબીરાઓએ રીલ બનાવી હતી,તો ભીડ વાળા વિસ્તારમાં બજારની વચ્ચે જઈને નબીરાઓએ કાર ફુલ સ્પીડમાં હંકારી હતી.વધુમાં નબીરાઓએ વીડિયોમાં કહ્યું કે, હવે કોઈ નહી ઓળખે.કોઈ ઓળખે નહી એ પહેલા જ પોલીસે આરોપીઓને દબોચી લીધા છે.
મોઢે કલર લગાવીને નબીરાઓ બેફામ બન્યા
સમગ્ર ઘટનામાં વીડિયો જોઈએ તો પહેલા આરોપીએ બાંકડા પર બેસે છે અને ત્યારબાદ એક પછી એક નબીરો મોઢે કલર લગાવીને આવી રહ્યાં છે અને કારમાં બેસે છે અમુક નબીરાઓ કારની ઉપર બેસી રહ્યાં છે તો એક નબીરો જોખમી રીતે કાર ચલાવી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યાં છે.GJ 05 RV 9841 નંબરની સ્કોર્પિયો કારનો વીડિયો વાયરલ થયો છે,તો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા છે.તો આરોપીઓ ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.
સુરત પોલીસને પડકાર ફેંકવાના કેસમાં કાર્યવાહી
સીન સપાટા કરનાર બુટલેગરના પુત્રની વરાછા પોલીસે ધરપકડ કરી છે,મુખ્ય આરોપી હિરેન ગોહિલ બુટલેગરનો દીકરો છે,ઝડપાયેલ તમામ આરોપીઓ મજૂરી કામ સાથે સંકળાયેલા છે,બ્લેક કલરની સ્કોર્પિયો આરોપી હિરેન ગોહિલની છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે રીલ બનાવી હોવાની વાત સામે આવી છે.મુખ્ય આરોપી હિરેન યુ ટ્યુબર છે.