• વાઘોડિયા રોડ પરિવાર ચોકડી પાસે બની ઘટના
  • બાઇકસવારના ગળામાં દોરી આવતા નીચે પટકાયો
  • હોસ્પિટલના તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો

વડોદરામાં વધુ એક યુવાનનો ચાઈનીઝ દોરીએ ભોગ લીધો. વડોદરામાં રસ્તા પરથી પસાર થતાં એક યુવાનને ચાઈનીઝ દોરી વાગતાં મોત નીપજ્યું હતું.

બાઈક ચાલકના ગળામાં દોરી આવી

મળતી માહિતી મુજબ, વડોદરમાં એક યુવકને ચાઈનીઝ દોરી વાગતાં મોત નીપજ્યું હતું. વડોદરામાં આવેલા વાઘોડિયા વિસ્તારમાં એક યુવાનને ચાઈનીઝ દોરી વાગી હતી. વાઘોડિયા રોડ ચાર રસ્તા પરથી પસાર થતાં બાઈક ચાલકના ગળામાં ચાઈનીઝ દોરી આવી ગઈ હતી.

બાઈક સવાર નીચે પટકાયો

વાઘોડિયા રોડથી પસાર થતાં યુવાનને ચાઈનીઝ દોરી ગળામાં ફસાઈ ગઈ હતી. જેથી બાઈક સવાર રોડ પર પટકાયો હતો. બાઈક સવારને ગંભીર ઈજાઓ થવા પામી હતી. બાઈક સવાર ચાઈનીઝ દોરી વાગતાં નીચે પટકાયો હતો.

હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો

જેને લઈને આસપાસથી લોકો દોડી આવ્યાં હતા અને ઘાયલ યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબોએ તપાસ કરતાં ખબર પડી હતી કે યુવાનનો જીવ ચાલ્યો ગયો છે. જેથી હોસ્પિટલના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે તાપસ હાથ ધરી

અકસ્માત મોતની ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી છે અને યુવાનના પરિવારનો સંપર્ક કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. 

  • Follow us on: