• શહેરમાં નવા 21 કેસ પોઝિટિવ નોંધાયા
  • 15 પુરુષ અને 6 મહિલા પોઝિટીવ
  • એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો 

રાજ્યમાં ધીરે ધીરે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે જ્યારે તમામ સ્થાનો પર 31 ડિસેમ્બરની ઉજવણી થવા જઈ રહી છે ત્યાં અમદાવાદમાં એક જ દિવસમાં કોરોના વિસ્ફોટ થયો છે અને નવા 21 કેસ નોંધાયા છે. જેમાં એક દર્દીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની માહિતી અનુસાર, રાજ્યમાં કોરોનાની નવી લહેરમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં આજે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં એક સાથે 21 કેસ સામે આવ્યા છે. જેમાંથી 15 પુરુષ અને 6 મહિલા કોરોના પોઝિટીવ હોવાની વિગતો સામે આવી રહી છે. આ સાથે જ અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 60 પર પહોંચી છે.

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. નિષ્ણાતો અનુસાર આ વેરિયન્ટની અસર લોકો પર માઇલ્ડ જોવા મળી રહી છે પરંતુ તે લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવ કેસ નોંધાયા છે.

આ સાથે જો અમદાવાદમાં એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો આંકડો 60 ને પાર પહોંચી ગઈ છે. જેમાં વિવિધ વિસ્તારોમાં નવા કેસ જોવા મળી રહ્યા છે. તેમજ રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 66 પહોંચી ગઈ છે. જ્યારે 13 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.


  • Follow us on: