પાકિસ્તાને ફરીવાર તેની નાપાક હરકત શરૂ કરી દીધી છે. જમ્મુ, પઠાણકોટ, નૌશેરા, સાંબા સહિતના વિસ્તારોમાં ડ્રોનથી હુમલો કર્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રોન તોડી પાડ્યાં છે. ત્યારે પ્રવર્તમાન સ્થિતિને જોતા ગુજરાતમાં સરહદી વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. બનાસકાંઠા,કચ્છ અને પાટણમાં બ્લેક આઉટ જાહેર કરી દેવાયું છે.


બનાસકાંઠાના 24 ગામોમાં બ્લેક આઉટ

ગુજરાતમાં સરહદી વિસ્તારોમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંછાના સાંતલપુર સહિત 24 ગામોમાં એલર્ટ સાથે બ્લેક આઉટ જાહેર કરાયું છે. જ્યારે આગળની સૂચના ના મળે ત્યાં સુધી કચ્છમા બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યુ છે.

તમામ નાગરીકોને અફવાઓ થી દૂર રેહવા અપીલ

બનાસકાંઠા કલેક્ટર મીહિર પટેલે કહ્યું હતું કે, જીલ્લાના સૂઈગામ અને વાવ તાલુકાનાં તમામ ગામોમાં તકેદારીના ભાગરૂપે આજરોજ બ્લેકઆઉટ કરવાની સૂચના આપવામાં આવી છે.તમામ નાગરીકોને અફવાઓ થી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે.


  • Follow us on: