• ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતની જીતની જામનગરમાં ધૂમ
  • જામનગરવાસીઓએ ફટાકડા ફોડીને ભારતની જીતને વધાવી
  • ભારતે બીજી વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો

T- 20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતની જીતની જામનગરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના હવાઈચોક વિસ્તારમાં ભારત ફરી એકવાર વિશ્વ વિજેતા થતા ઉજવણી કરવામા આવી છે. જામનગરવાસીઓએ ફટાકડા ફોડીને ભારતની જીતની ઉજવણી કરી છે. લોકોએ વંદે ભારત... ભારત માતાકી જયના નારા સાથે ભરતની જીતને વધાવી હતી.

ભારતે બીજી વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં 7 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી. આ જીત સાથે જ ભારતે તેના 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. આ પહેલા ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડકપ જીત્યો છે. 13 વર્ષ પછી કોઈ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. ભારતે 2011માં ODI વર્લ્ડકપ જીત્યો હતો.

T-20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતની જીતની જામનગરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના હવાઈચોક વિસ્તારમાં ભારત ફરી એકવાર વિશ્વ વિજેતા થતા ઉજવણી કરવામા આવી છે. જામનગરવાસીઓએ ફટાકડા ફોડીને ભારતની જીતની ઉજવણી કરી છે. લોકોએ વંદે ભારત... ભારત માતાકી જયના નારા સાથે ભરતની જીતને વધાવી હતી. ભારતની જીતનો લોકોમાં ભારે હરખ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.

  • Follow us on: