છેલ્લા કેટલાક સમયથી ખોટી વેરા શાખ ભોગવીને કરોડો રૂપિયાની કરચોરી કરતા વેપારીઓ સામે જીએસટી વિભાગે લાલ આંખ કરી છે. અલગ અલગ જિલ્લાઓમાં જઈ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે નડિયાદની કોપર ઇન્ડસ્ટ્રીઝમાં IT વિભાગે દરોડા પાડ્યા છે.


નડિયાદની કોપર ઇન્ડસ્ટ્રીઝમાં ITના દરોડા 

નડિયાદની કોપર ઇન્ડસ્ટ્રીઝમાં ITના દરોડા પાડ્યા છે. ટૂંડેલ રોડ પર આવેલ ફેક્ટરીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.  કોપર મેટલ સ્કેપ ફેક્ટરી ઉપર IT વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન રાજસ્થાની માલિકના મકાન-ફેક્ટરી પર સંખ્યાબંધ કર્મચારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. નડિયાદમાં આવેલ મકાનમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે.

કોપર મેટલ સ્કેપ ફેક્ટરી ઉપર ITના દરોડા 

મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાની કોપર ઇન્ડસ્ટ્રીઝમાં ગેરરિતીને લઇ IT વિભાગ એક્શનમાં આવ્યું છે.  નડિયાદની ટૂંડેલ રોડ ઉપર આવેલી ફેક્ટરી ઉપર IT વિભાગનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજસ્થાની માલિકના મકાન અને કોપર મેટલ સ્કેપ ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. સંખ્યાબંધ કર્મચારી સાથે દરોડાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.  નડિયાદના યોગી ફાર્મ સામે આવેલા વસંત વિહારમાં આવેલા રહેણાંક મકાનમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

અગાઉ 14 પેઢીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે કાર્યવાહી 

અગાઉ પણ રાજ્યના કોપરના ધંધા સાથે સંકળાયેલા 14 પેઢીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન જીએસટી વિભાગે 19.46 કરોડની કરચોરી પકડી પાડી છે. તેમજ ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝમાં પેઢીના ભાગીદાર સંદીપ અનવર વિરાણીની ધરપકડ કરી છે. સ્ટેટ જીએસટી વિભાગને મળેલી બાતમીના આધારે વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરતા કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરુચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં 14 કોપરની પેઢીઓને ત્યાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • Follow us on: