- દરોડા દરમિયાન દસ્તાવેજ, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક કબ્જે
- કેટલાક વાંધાજનક દસ્તાવેજ કબ્જે કર્યા હોવાની ચર્ચા
- કંપનીના વાર્ષિક ટર્ન ઓવર, ફંડ સહિતની વિગતો મેળવી
વડોદરામાં આર.આર.કેબલ ગ્રુપ પર ITની કાર્યવાહી થઇ છે. જેમાં દરોડા દરમિયાન દસ્તાવેજ, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક કબ્જે કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક વાંધાજનક દસ્તાવેજ કબ્જે કર્યા હોવાની ચર્ચા છે. તથા કંપનીના વાર્ષિક ટર્ન ઓવર, ફંડ સહિતની વિગતો મેળવી છે.
આઇટીના દરોડા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે
આર.આર.કેબલ ગ્રુપ પર આઇટીના દરોડા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. જેમાં કંપનીના વાર્ષિક ટર્ન ઓવર અને સી.એસ.આર ફંડ સહિતની વિગતો મેળવવામાં આવી છે. તેમજ દસ્તાવેજો, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક કબ્જે કરાઈ છે. આઇટી અધિકારીઓ દ્વારા કેટલાક વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
ગ્રુપના ચેરમેન રમેશ કાબરા, ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ
ગ્રુપના ચેરમેન રમેશ કાબરા, ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ હાથ ધરાઇ છે. જેમાં ફરીવાર ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી થતા વેપારીઓ ફફડાટ છે. આર.આર.કેબલ ગ્રુપ પર IT વિભાગનું સર્ચ ઓપરેશન છે. તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, સેલવાસમાં IT વિભાગના દરોડા પડ્યા છે. ગુજરાત સહિત મુંબઈમાં 40થી વધુ સ્થળે દરોડાની કામગીરી શરૂ છે. ત્યારે વડોદરામાં આર.આર.કેબલની ઓફિસે સર્ચ ઓપરેશન થઇ રહ્યું છે.
એલેમ્બિક રોડ ખાતે આવેલ આર.આર.કેબલની ઓફિસે સર્ચ કર્યું હતુ
કંપનીના દસ્તાવેજ, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્કની તપાસ થઇ છે. તેમજ તમામ કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરાયા છે. ગ્રુપના ચેરમેન રમેશ કાબરાને ત્યાં તપાસ થઇ રહી છે. ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ હાથ ધરાઇ છે. જેમાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા છે. વડોદરાના આર.આર.કેબલની ઓફિસે આઈ.ટીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. એલેમ્બિક રોડ ખાતે આવેલ આર.આર.કેબલની ઓફિસે સર્ચ કર્યું હતુ.