વડોદરા શહેરમાં 7 સ્થળોએ ITના દરોડા પડ્યા તથા ઓરિસ્સાના દુષ્કર્મ કેસમાં વોન્ટેડ આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવી તેમજ ગુજરાતના દાંતા-અંબાજી હાઈવે પર અસામાજિક તત્વો બેફામ બન્યા સહિત મહત્ત્વના સમાચાર ઉપરાંતના મહત્વના સમાચાર પર એક નજર કરીએ.

વધુ વાંચો : વડોદરામાં 7 સ્થળોએ ITના દરોડા, કેમિકલ કંપનીઓમાં ફફડાટ

વડોદરા શહેરમાં 7 સ્થળોએ ITના દરોડા પડ્યા છે. જેમાં ગોત્રીની કચ્છ ઇન્ડસ્ટ્રીમાં ITના દરોડા પડ્યા છે. તેમાં દરોડા દરમિયાન 3 બેગ ભરીને દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે. ગોરવાની પ્રકાશ કેમિકલની ઓફીસમાં પણ ITના દરોડા પડ્યા છે.

વધુ વાંચો :  ઓરિસ્સાના દુષ્કર્મ કેસમાં વોન્ટેડ આરોપીની સુરતથી ધરપકડ

ઓરિસ્સાના દુષ્કર્મ કેસમાં વોન્ટેડ આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી નારાયણ શેટ્ટીની ધરપકડ કરી છે. આરોપીએ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. ઓરિસ્સાના કબીસર્યનગર પો.સ્ટે.માં ગુનો નોંધાયો હતો.

વધુ વાંચો : દાંતા-અંબાજી હાઈવે પર ગાડીઓ પર પથ્થરમારો, લોકોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ

ગુજરાતના દાંતા-અંબાજી હાઈવે પર અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જેમાં પાંછા નજીક મોડી રાત્રે ચાલુ વાહન પર પથ્થરમારો થયો હતો. તેમાં અજાણ્યા શખ્સોએ બે વાહન પર પથ્થરમારો કર્યો હતો. તથા પથ્થરમારાને લઈ વાહન ચાલકની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે.

વધુ વાંચો : રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે મેઘમહેર

રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. તેમજ દ.ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે. તથા ડાંગ, તાપી, આહવા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે.

વધુ વાંચો : મુસેવાલાની હત્યા, હની સિંહને ધમકી…જાણો પોલીસકર્મીના પુત્રમાંથી ગેંગસ્ટર બનેલા ગોલ્ડી બરાડની કુંડળી

ફેમસ રેપર અને સિંગર હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસે હની સિંહની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. હની સિંહના કહેવા પ્રમાણે તેને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરાડે ફોન અને વોઈસ નોટ દ્વારા ધમકી આપી હતી. 50 લાખની ખંડણી પણ માંગી હતી. અગાઉ ગોલ્ડીનું નામ સિદ્ધુ મુસેવાલાની હત્યા સાથે જોડાયું હતું. આરોપ છે કે ગોલ્ડી બરાડે કેનેડામાં બેસીને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

વધુ વાંચો :  જેપી નડ્ડાની આજે ગિરિડીહમાં જનસભા, જાણો શા માટે લોકસભાની આ સીટ મહત્ત્વની

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (જેપી નડ્ડા) 22 જૂન એટલે કે આજે ગિરિડીહ પહોંચશે. નડ્ડા ગિરિડીહના ઝંડા મેદાનમાં જનસભાને સંબોધશે. આ કાર્યક્રમને લઈને પાર્ટી દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રશાસન પણ સુરક્ષાને લઈને સંપૂર્ણ સતર્ક છે. કાર્યક્રમની સફળતા માટે વિધાનમંડળ પક્ષના નેતા બાબુલાલ મરાંડી, પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશ, કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવી સહિત ઘણા નેતાઓ છેલ્લા ઘણા દિવસોથી ગિરિડીહમાં એકઠા થયા છે. આ સાથે નડ્ડાના કાર્યક્રમમાં વધુમાં વધુ જનમેદની એકત્ર કરવા માટે ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

વધુ વાંચો : PM મોદીએ બાઈડેનની પત્નીને આપ્યો 7.5 કેરેટનો ગ્રીન હીરો,જાણો કેટલો કિંમતી છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના અમેરિકા પ્રવાસ પર છે. અમેરિકી પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી અને ભેટની આપ-લે કરી હતી. બાઈડેન પરિવાર વતી PM મોદીને ભેટ આપવામાં આવી હતી અને PM મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન અને જો બાઈડેનને પણ ભેટ આપી હતી. પીએમ મોદી દ્વારા ગ્રીન ડાયમંડ સહિત અનેક ભેટો આપવામાં આવી છે. પીએમ મોદીએ આ ગ્રીન હીરો જીલ બાઈડેનને ભેટમાં આપ્યો છે. ભારતે આપેલો ગ્રીન હીરો ખૂબ જ કિંમતી હીરો છે. આ ડાયમંડ ખુબ જ ખાસ રીતે બનાવવમાં આવ્યો છે તે સામાન્ય હીરાથી કેટલો અલગ છે.

વધુ વાંચો : PM મોદીના અમેરિકા પ્રવાસ વચ્ચે રશિયાનું નિવેદન, કહ્યું-અમે ભારત સાથે છીએ

વૈશ્વિક સ્તરે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા સારા છે. તેના ઘણા ઉદાહરણો છે જેમ કે રશિયા ભારતને સૌથી ઓછી કિંમતે તેલ પૂરું પાડવુ અને ભારતે રશિયા-યુક્રેન યુદ્ધને રાજદ્વારી રીતે સંભાળ્યું.બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા સારા રહ્યા છે. જો કે આ સમયે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે અને તેની ચર્ચા આખા વિશ્વભરમાં થઈ રહી છે. આ દરમિયાન ભારત અને રશિયાના સંબંધોને લઈને નિવેદન સામે આવ્યું છે.

  • Follow us on: