- ભગવાન જગન્નાથજીની જળયાત્રાની અખાડાઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
- ચંદન યાત્રા બાદ અખાડાઓએ કરતબબાજી શરુ કરી છે
- તલવારબાજી,બરનડી,લાકડી,સ્ટંટ સહિતના બોડી બિલ્ડીંગ સ્ટંટ સહીત કરતબોની પ્રેક્ટિસ
રથયાત્રાને લઈને અખાડાઓએ તૈયારીઓ શરુ કરી છે ભગવાન જગન્નાથજીની જળયાત્રાની અખાડાઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચંદન યાત્રા બાદ અખાડાઓએ કરતબબાજી શરુ કરી છે જેમાં તલવારબાજી,બરનડી,લાકડી,સ્ટંટ સહિતના બોડી બિલ્ડીંગ સ્ટંટ સહીત કરતબોની પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પહેલીવાર મહિલાઓ પણ અખાડામાં કરતબ કરતી જોવા મળશે નારી પણ જળયાત્રામાં શક્તિ પ્રદર્શન દ્વારા અખાડાઓ સાથે ભકતી કરતી જોવા મળશે પહેલીવાર જળયાત્રામાં માર્શલ આર્ટની ઝાંખી પણ જોવા મળશે જેને લઈ અખાડાઓએ તડામાર તૈયારીઓ સાથે 5 કલાકની રોજ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે જળયાત્રાને લઈ અખડાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દસ વર્ષથી લઈ 60 વર્ષના વડીલો સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે.

7 જુલાઈ 2024ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે
7 જુલાઈ 2024ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે જેમાં અમદાવાદ જગન્નાથ મંદિર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે.147 મી રથયાત્રાનું મામેરૂ કરવા પ્રજાપતિ પરિવારમાં ઉત્સાહ છે,તો ભગવાન જગન્નાથનું મોસાળુ કરવા યજમાન સજ્જ છે.ભગવાનના આગમન પૂર્વે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.યજમાન દ્વારા શોભાયાત્રા,મેહંદી રસમ,જવારા વાવવા,ભજન કીર્તન અને ભંડારાનું આયોજન કરાયુ છે સાથે સાથે વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા પત્રિકા લેખન કરાયું છે.

સાબરકાંઠાનો પરિવાર મામેરાનો લાભ લેશે
શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળા માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનું ડ્રોમાં વિનોદભાઈ પ્રજાપતિનું ખુલ્યું હતું વિનોદભાઈ પ્રજાપતિ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે. જેઓ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. બે ભાઈઓ અને ત્રણ બહેનો સાથે હવે તેઓ મામેરાની યજમાનની રાહ જોતાં હતા તે સ્વપ્ન પુરુ થશે. મામેરાની યજમાની મળતાં જ પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અવનવા કરતબ આકર્ષણ જમાવે છે તેમા આ વખતે પહેલીવાર મહિલાઓ પણ આ વખતે કરતબ બતાવશે.